Dilip Kumar Latest Photos : દિલીપ કુમારને અંજલિ અર્પવા ઉમટ્યુ બોલિવુડ, સાંજે પાંચ વાગે કરાશે દફનવિધી
દિલીપ કુમારે (Dilip Kumar) આજે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 98 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા.
Jul 07, 2021 | 2:19 PM
TV9 GUJARATI | Edited By: Hiren Buddhdev
Jul 07, 2021 | 2:19 PM
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
દિલીપ કુમારના પર્થિવ શરીરને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે. જે બાદ સાંજે 5 વાગ્યે મુંબઇના સાંતાક્રુઝ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
દિલીપ કુમારના પાર્થિવ શરીર ઘરે લઈ જતાં સાયરા બાનો તેમની સાથે હતા. હવે તેમનું શરીર ઘરે પહોંચી ગયું છે.
ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર પણ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં હાજર હતા.
દિલીપ કુમારની વિદાયથી સમગ્ર ઉદ્યોગ શોકમાં છે. દરેક જણ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.
દિલીપ કુમારના ચાહકો પણ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે.
દિલીપ કુમારના મોતને કારણે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ સ્થગિત
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ઘરની બહાર ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.