Bell Bottomને ઓટીટી પર જલ્દીથી રિલીઝ કરવા માટે શું અમેઝોન પ્રાઈમ વીડિયોએ આપી કરોડોની ઓફર?
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ' 27 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં અનલોક પ્રક્રિયા શરૂ થયા પછી અક્ષયની 'બેલ બોટમ' પહેલી ફિલ્મ હશે, જેને મોટા પડદે રજૂ કરવામાં આવશે.
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’ 27 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં અનલોક પ્રક્રિયા શરૂ થયા પછી અક્ષયની ‘બેલ બોટમ’ પહેલી ફિલ્મ હશે, જેને મોટા પડદે રજૂ કરવામાં આવશે. આ દરમિયાન, હવે આ ફિલ્મથી સંબંધિત એક બીજુ મોટું અપડેટ બહાર આવી રહ્યું છે. અહેવાલ છે કે ‘બેલ બોટમ’ને થિયેટર રિલીઝ પછી ઓટીટી પ્લેટફોર્મ પર જલ્દી રજૂ કરવા માટે અમેઝોન પ્રાઈમ વીડિયોએ 30 કરોડ રૂપિયાની ઓફર કરી છે.
એક સમાચાર અનુસાર જો નિર્માતાઓ સિનેમાઘરોમાં રિલીઝ થયાના ત્રણ અઠવાડિયામાં ઓટીટી પર ફિલ્મ રજૂ કરવા માટે સંમત થાય તો અમેઝોન પ્રાઈમ વીડિયો તેમની સાથે 30 કરોડ રૂપિયામાં ડીલ કરશે. એક સૂત્રએ આ સમાચારની પુષ્ટિ કરી છે. સૂત્રએ ઉમેર્યું હતું કે, “જો ફિલ્મ રિલીઝ થયાના 3 અઠવાડિયાની અંદર ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવે તો પ્રાઈમ વીડિયો તરફથી નિર્માતાઓને 30 કરોડ અથવા તેથી વધુ આપવામાં આવશે, આ બંને પક્ષો વચ્ચેના સોદા પર નિર્ભર કરે છે.”
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 2 એપ્રિલ 2021ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ રોગચાળાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની રજૂઆત પણ મોકૂફ રાખવામાં આવી હતી. હાલમાં જ ફિલ્મના ટીઝરને શેર કરતી વખતે અક્ષય કુમારે લખ્યું, ‘હું જાણું છું કે તમે લોકો બેલ બોટમની રાહ જોઈ રહ્યા છો. ફિલ્મના રિલીઝની ઘોષણા કરતાં વધુ ખુશી બીજું શું હોઈ શકે. આ ફિલ્મ 27 જુલાઈએ વિશ્વભરમાં મોટા પડદા પર રિલીઝ થશે.
ચાલો તમને જણાવી દઈએ કે બેલ બોટમનું નિર્માણ પૂજા એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે દિગ્દર્શક રણજીત તિવારી છે. જાસૂસ એક્શન-થ્રીલર ફિલ્મમાં વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે લારા દત્તા અને હુમા કુરેશી મુખ્ય પાત્રોમાં જોવા મળશે.
I know you have patiently waited for #Bellbottom! Couldn’t be happier to finally announce the release of our film. Arriving across big screens worldwide #BellBottomOn27July ✈️@vashubhagnani @vaaniofficial @humasqureshi @LaraDutta @ranjit_tiwari @jackkybhagnani @honeybhagnani pic.twitter.com/g3G8OQoq6g
— Akshay Kumar (@akshaykumar) June 15, 2021
આ પણ વાંચો :- Gulshan Kumar Murder Case: રઉફ મર્ચન્ટની સજા યથાવત, રમેશ તૌરાની વિરુદ્ધ કોઈ પુરાવા નથી, મહારાષ્ટ્ર સરકારની અપીલ નામંજૂર
આ પણ વાંચો :- Dilip Kumar Heath Update: વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ છે દિલીપકુમાર