VIDEO : Salman Khan At Dharmveer Trailer Launch | सलमान दिघेंबाबत मोजका बोलला पण मोलाचं बोलला#SalmanKhan #Dharmveer #DharmveerTrailerLaunch
अधिक बातम्यांसाठी क्लिक करा https://t.co/PXbmIaoSCq pic.twitter.com/0FQwq63eb1
— TV9 Marathi (@TV9Marathi) May 7, 2022
સલમાન ખાન અને સીએમ ઠાકરે સાથે બેઠેલા જોવા મળ્યા
આ દરમિયાન સલમાન અને સીએમ ઉદ્ધવ ઠાકરે પણ સાથે સ્ટેજ પર ગયા હતા. તમને જણાવી દઈએ કે, મરાઠી ફિલ્મ ‘ધર્મવીર’નું નિર્માણ સાહિલ મોશન આર્ટ્સ (Sahil Motion Arts) અને ઝી સ્ટુડિયો (Zee Studios) દ્વારા કરવામાં આવ્યું છે. એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી પણ ફિલ્મ સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં સુપરસ્ટાર સલમાન ખાન ખાસ કરીને આ ફિલ્મને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.
આ ઈવેન્ટમાં બીજા પણ ઘણા સ્ટાર્સ હતા જેઓ સેરેમનીની શોભા વધારવા પહોંચ્યા હતા. તેમાંથી એક હતા ‘જગ્ગુ દાદા’ એટલે કે જેકી શ્રોફ. ઈવેન્ટમાં જેકી તેની ‘બીડુ’ સ્ટાઈલમાં એકદમ કૂલ દેખાઈ રહ્યો હતો.
આ સમારોહમાં અભિનેતા અને ફિલ્મ નિર્માતા નિખિલ દ્વિવેદી પણ પહોંચ્યા હતા. બ્લેક શર્ટ અને બ્લેક શૂઝ સાથે બ્લેક પેન્ટમાં નિખિલ ખૂબ જ ચમકદાર લાગતો હતો.
આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય ઠાકરે સાથે પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રીએ ગ્રે કુર્તા પહેર્યો હતો, તો આદિત્ય બ્લુ શર્ટમાં જોવા મળ્યો હતો.
સુપરસ્ટાર સલમાન ખાનની સ્ટાઈલ અનોખી છે. એક્ટર બ્લેક સૂટ અને નેવી બ્લુ ચમકદાર શર્ટમાં રોયલ લાગતો હતો.
આ ઈવેન્ટમાં અભિનેત્રી અમીષા પટેલ પણ પહોંચી હતી. અભિનેત્રી બ્લેક લોઅર અને બ્લેક-વ્હાઇટ લાઇનઅપ આઉટફિટમાં જોવા મળી હતી.
સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે સલમાન ખાન
આ કાર્યક્રમમાં રિતેશ દેશમુખ પણ ઉદ્ધવ ઠાકરે સાથે જોવા મળ્યો હતો.
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ ફિલ્મ ઉદ્યોગ અને રાજકારણની અગ્રણી હસ્તીઓએ આ કાર્યક્રમનો ભાગ બનવા માટે તેમની સંમતિ આપી હતી. એક સૂત્રએ પોર્ટલને જણાવ્યું, “ધરમવીર શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘેની બાયોપિક છે. ઉદ્ધવ ઠાકરેના પિતાએ શિવસેનાની સ્થાપના કરી હતી. આથી, તેમણે ટ્રેલર લૉન્ચમાં ખુશીથી ભાગ લેવાનું નક્કી કર્યું. કારણ કે તે શિવસેનાના ઇતિહાસમાં સૌથી આદરણીય નેતાઓમાંના એકને શ્રદ્ધાંજલિ આપે છે.