અભિનેતા કાર્તિક આર્યને પૂરું કર્યું ફિલ્મનું શૂટિંગ, હવે ટ્રેલરથી કરશે ‘ધમાકા’

બોલિવૂડના ચોકલેટ હીરો કાર્તિક આર્યન (Kartik Aaryan)ની સારી એવી ફેન ફોલોઈંગ છે. કાર્તિક જ્યાં પણ જાય છે, ચાહકો તેમની સાથે તસ્વીરો લેવા માટે આતુર હોય છે.

અભિનેતા કાર્તિક આર્યને પૂરું કર્યું ફિલ્મનું શૂટિંગ, હવે ટ્રેલરથી કરશે 'ધમાકા'
Kartik Aaryan

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Karthik Aryan) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેતાએ તેમની કારકિર્દીમાં અત્યાર સુધીની એકથી એક દુર્લભ ફિલ્મોમાં કામ કર્યું છે. કાર્તિક હવે હંમેશા હેડલાઈન્સમાં રહે છે. હવે કાર્તિક તેની આગામી ફિલ્મ ધમાકા (dhamaka film)ને લઈને ચર્ચામાં આવ્યા છે. ટીઝર બાદ હવે ફિલ્મનું ટ્રેલર આવવાનું છે.

 

થોડા સમય પહેલા કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે અણબનાવની ચર્ચા સામે આવી હતી. અચાનક કાર્તિકને તેની ફિલ્મ દોસ્તાના 2માંથી બહાર કરી દીધા હતા. પરંતુ ત્યાર પછી અભિનેતા પાસે કામની લાઈન લાગી ગઈ છે.

 

ધમાકાનું આવશે ટ્રેલર

તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ધમાકા OTT પર રિલીઝ થશે. આ ખાસ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવશે. કાર્તિક અને તેના ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. થોડા સમય પહેલા ધમાકાનું ‘ટીઝર’ રિલીઝ થયું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું.

 

ધમાકાનું ટીઝર રિલીઝ થયાને છ મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આ ફિલ્મના રિલીઝ અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. હવે તે સ્પષ્ટ થઈ ગયુ છે કે કાર્તિકે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ ફિલ્મનું ટ્રેલર ચાહકોની સામે રજૂ થવા જઈ રહ્યું છે.

 

તાજેતરમાં કાર્તિક આર્યન ફિલ્મના ટ્રેલર માટે ડબિંગ કરીને આવ્યા છે, જેનો સીધો અર્થ એ છે કે ટૂંક સમયમાં આપણે આ ફિલ્મનું ટ્રેલર અને રિલીઝ ડેટ જોવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં તાજેતરમાં અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક કાગળ પર ધમાકા ટ્રેલર લખેલ બતાવી રહ્યા છે.

 

આ જોયા પછી ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે કે હવે તેઓ ટૂંક સમયમાં કાર્તિકની ફિલ્મનું ટ્રેલર જોવા જઈ રહ્યા છે. કાર્તિકે આ ફિલ્મ માટે તેના દેખાવ પર પણ ઘણું કામ કર્યું છે. હવે જોવાનું રહેશે કે ધમાકાનું ટ્રેલર ચાહકોની સામે ક્યારે રજૂ થાય છે.

 

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કાર્તિકે તેમની ફિલ્મ ભૂલ ભુલૈયા 2નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગના છેલ્લા દ્રશ્યમાં અભિનેતાનો અવાજ ચાલ્યો ગયો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આ ફિલ્મથી પણ ચાહકોને મોટી આશા છે.

 

 

આ પણ વાંચો :- India’s Best Dancer 2 :આ સિઝનમાં મલાઈકા અરોરા પસંદ કરશે ‘બેસ્ટ કા નેક્સ્ટ’ ડાન્સર, સુપર ડાન્સર ચેપ્ટર 4 ને કરશે રિપ્લેસ

 

આ પણ વાંચો :-  શિલ્પા શેટ્ટી સાથે કરણ જોહર હોસ્ટ કરશે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, નહીં જોવા મળે મલાઈકા અરોરા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati