Singham Again: રોહિત શેટ્ટીની કોપ યૂનિવર્સમાં દીપિકા પાદુકોણની એન્ટ્રી, બનશે લેડી સિંઘમ

દીપિકા પાદુકોણની (Deepika Padukone) રોહિત શેટ્ટીની (Rohit Shetty) ફેમસ કોપ યૂનિવર્સમાં એન્ટ્રી લઈ લીધી છે. ડાયરેક્ટરની ફિલ્મ સિંઘમ અગેનમાં દીપિકા પાદુકોણ અજય દેવગન સાથે સ્ક્રીન શેયર કરવા જઈ રહી છે.

Singham Again: રોહિત શેટ્ટીની કોપ યૂનિવર્સમાં દીપિકા પાદુકોણની એન્ટ્રી, બનશે લેડી સિંઘમ
Rohit Shetty-Deepika PadukoneImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 10:35 PM

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફરી એકવાર રોહિત શેટ્ટીની ફિલ્મમાં જોવા મળવાની છે. એક્ટ્રેસ ‘સિંઘમ અગેન’માં પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં છે, જે બાજીરાવ સિંઘમનું પાત્ર ભજવશે. આ પહેલીવાર હશે જ્યારે દીપિકા બિગ સ્ક્રીન પર પોલીસની ભૂમિકામાં જોવા મળશે. રોહિત શેટ્ટીએ એમ પણ કહ્યું કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે રણવીર સિંહ પણ જોવા મળશે.

દીપિકા બનશે લેડી સિંઘમ

ફેન્સ માટે ખુશીની વાત એ છે કે ફિલ્મ ‘સિંઘમ અગેન’ સાથે અજય દેવગન ફરી એકવાર ફેમસ બાજીરાવ સિંઘમનો રોલ કરતો જોવા મળશે. આ પહેલીવાર હશે, જ્યારે અજય અને દીપિકા એકસાથે સ્ક્રીન શેયર કરતા જોવા મળશે. દીપિકા પાદુકોણને લેડી સિંઘમના રોલમાં જોવા માટે ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વર્ષ 2011માં અજય દેવગનની ફિલ્મ સિંઘમમાં પોતાના કોપ યૂનિવર્સની શરૂઆત કરી હતી. આમાં અજય દેવગને બાજીરાવ સિંઘમનો રોલ કર્યો હતો અને દેશભરમાં ફેમસ થઈ ગયો હતો. વર્ષ 2014માં ફિલ્મ ‘સિંઘમ રિટર્ન્સ’ આવી હતી. આમાં અજય દેવગન સાથે કરીના કપૂર ખાન જોવા મળી હતી. હવે પહેલીવાર ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલમાં એક્ટ્રેસ જોવા મળવાની છે.

દીપિકા પાદુકોણ પહેલા તેનો પતિ રણવીર સિંહ પણ રોહિત શેટ્ટીની કોપ યૂનિવર્સનો ભાગ બની ચૂક્યો છે. રણવીર સિંહે તેની ફિલ્મ સિમ્બામાં જબરજસ્ત કામ કર્યું હતું. તેમાં તેને સંગ્રામ ભાલેરાવનો રોલ કર્યો હતો. તેમાં તેનો રોલને ફેન્સે ખૂબ જ પસંદ કર્યો હતો. રણવીર અને અજય સિવાય રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમારે પણ પોલિસની ભૂમિકા ભજવી છે.

સિરીઝમાં જોવા મળશે શિલ્પા

સિંઘમ અગેન સિવાય રોહિત શેટ્ટી પોતાના કોપ યૂનિવર્સ સાથે ઓટીટી પર પણ સિરીઝ લઈને આવી રહ્યો છે, તેને થોડાં સમય પહેલા પોતાની સિરીઝ ‘ઈન્ડયિન પોલીસ ફોર્સ’ની જાહેરાત પણ કરી હતી. આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય પણ છે. આ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.

દીપિકાની પાસે છે ઘણા મોટા પ્રોજેક્ટ

દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ પઠાનમાં શાહરુખ ખાન સાથે જોવા મળશે. આ સિવાય તે શાહરુખ ખાન સાથે જવાન અને ઋતિક રોશન સાથે ફાઈટરમાં જોવા મળશે. આ સિવાય તે પ્રભાસ સાથે પ્રોજેક્ટ કેમાં જોવા મળશે. ઉપરાંત તે રોહિત શેટ્ટી અને રણવીર સિંહની ફિલ્મ સર્કસમાં સ્પેશિયલ અપિયરેન્સમાં જોવા મળશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">