Deepika Padukone Health: અભિનેત્રી દીપિકા પાદુકોણની તબિયતમાં સુધારો, હાર્ટ બીટ વધવાને કારણે થઈ હતી હોસ્પિટલમાં દાખલ

દીપિકાને હૈદરાબાદની કામીનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, હવે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને રજા આપવામાં આવી છે. હાલમાં દીપિકા તેની હોટેલ નોવોટેલ (Novotel) હૈદરાબાદ પરત ફરી છે.

Deepika Padukone Health: અભિનેત્રી દીપિકા પાદુકોણની તબિયતમાં સુધારો, હાર્ટ બીટ વધવાને કારણે થઈ હતી હોસ્પિટલમાં દાખલ
Deepika PadukoneImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 5:04 PM

અભિનેત્રી દીપિકા પાદુકોણના (Deepika Padukone) ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને અચાનક હૃદયના ધબકારા વધી જવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે હવે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. દીપિકાને હૈદરાબાદની કામીનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, હવે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને રજા આપવામાં આવી છે. હાલમાં દીપિકા તેની હોટેલ નોવોટેલ (Novotel) હૈદરાબાદ પરત ફરી છે. શૂટિંગ દરમિયાન તે અહીં રોકાઈ હતી. તેમને નોવોટેલમાં તબીબી સહાય આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દીપિકા હૈદરાબાદમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.

શૂટિંગ દરમિયાન દીપિકાના હૃદયના ધબકારા અચાનક વધી જતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેમની તબિયતના કારણે પસંદગીની પ્રોડક્શન ટીમે પણ શૂટિંગ બંધ કરી દીધું હતું. દીપિકા પાદુકોણ તેની ફિલ્મ પ્રોજેક્ટ કેનું શૂટિંગ કરી રહી હતી.

પ્રભાસ સાથે ઘણા મોટા ચહેરા આ ફિલ્મનો ભાગ

બાહુબલી અભિનેતા પ્રભાસ આ ફિલ્મનો મહત્વનો ભાગ છે. આ ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહ્યા છે. આ ફિલ્મનો સેટ હૈદરાબાદમાં બનાવવામાં આવ્યો છે. ‘પ્રોજેક્ટ કે’માં માત્ર દીપિકા જ નહીં, અમિતાભ બચ્ચન અને દિશા પટણી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. વૈજયંતિ મૂવીઝ શાનદાર VFXથી ભરેલી આ ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહી છે. આ ફિલ્મ ભારતભરમાં પણ રિલીઝ થવાની છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂકી છે દીપિકા પાદુકોણ

વર્ષ 2015માં દીપિકા પાદુકોણે ખુલાસો કર્યો હતો કે તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ છે. તે પોતાની માનસિક બીમારી અંગે નિષ્ણાતોની મદદ લઈ રહી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે આ બીમારી તેના માટે ખરાબ અનુભવ છે. જોકે તેણે પોતાની બીમારી છુપાવી ન હતી. દીપિકાએ ન માત્ર લોકો સાથે તેના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી, પરંતુ તેણે ઘણા લોકોને આ વિશે માહિતી પણ આપી, જેનાથી તે અજાણ હતી.

2018માં કર્યા લગ્ન

જોકે હવે દીપિકા પાદુકોણ ડિપ્રેશનમાંથી બહાર આવી છે. ચાર વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ તેણે 2018માં બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">