ભીડમાં ફસાયો બોબી દેઓલ, ફેન્સે કહ્યું- હવે લોર્ડને Z સિક્યોરિટી આપો

બોબી દેઓલ ફરી એકવાર એનિમલ ફિલ્મ દ્વારા ફેન્સમાં કોઈને કોઈ કારણોસર ચર્ચામાં છે. એક્ટરે પોતાના કામથી દરેકને પોતાના ફેન બનાવી લીધા છે. એનિમલ પછી બોબીએ પોતાનું ગુમાવેલું સ્ટારડમ પરત મેળવ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ભીડમાં ફસાયો બોબી દેઓલ, ફેન્સે કહ્યું- હવે લોર્ડને Z સિક્યોરિટી આપો
Bobby Deol
| Updated on: Jan 05, 2024 | 10:42 PM

ફિલ્મ એનિમલ બાદ બોબી દેઓલની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મથી તેને શાનદાર કમબેક મળ્યું છે. આ ફિલ્મમાં બોબીનો નાનો રોલ એટલો પસંદ કરવામાં આવ્યો કે રણબીર કપૂર કરતા તેની ચર્ચા ચારેબાજુ થવા લાગી. નેગેટિવ રોલમાં પણ લોકોને બોબી ઉત્તમ લાગ્યો. આ ફિલ્મ બાદ ફરી એકવાર તેને ફેન્સનો અઢળખ પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન બોબીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં બોબી દેઓલ એરપોર્ટની બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. પરંતુ તે સિક્યોરિટી વગર પોતાની કાર તરફ જતો જોવા મળે છે. ત્યાં હાજર લોકોએ બોબીને જોયો કે તરત જ એક્ટરને ઘેરી લીધો. તેમના ફેવરેટ એક્ટર સાથે સેલ્ફી લેવા માંગતા ઘણા ફેન્સ ત્યાં પહોંચ્યા અને બોબી સાથે તસવીરો ક્લિક કરાવવા લાગ્યા. એક પછી એક ફેન આવતા અને ફોટા ક્લિક કરતા રહ્યા.

બોબીએ પણ તેના ફેન્સને નિરાશ કર્યા નથી. તેને ન તો કોઈ પર ગુસ્સો કર્યો અને ન તો કોઈને સેલ્ફી લેતા રોક્યા. બોબી દેઓલની આ સ્ટાઈલ તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. યુઝર્સ તેના વીડિયો પર કોમેન્ટ્સ દ્વારા તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે તે આના હકદાર છે. એક યુઝરે કહ્યું કે તે ડિઝર્વ કરે છે. અન્ય એક યુઝરે લખ્યું કે હવે લોર્ડ બોબીને Z સિક્યોરિટીની જરૂર છે.

સંદીપ રેડ્ડી વાંગાની એનિમલમાં બોબી દેઓલ અબરારના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં બોબીનો એક પણ ડાયલોગ નથી. પરંતુ અવાજ વિનાનું પાત્ર ભજવીને પણ તે દરેકના મન પર પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો. હાલમાં જ એવી ચર્ચા થવા લાગી હતી કે એનિમલ પાર્કમાં બોબીનું પાત્ર ફરી એકવાર ફરી જીવંત થઈ શકે છે. જો આવું થશે તો તેના ફેન્સ માટે આ એક સારા સમાચાર હશે.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણની વર્ષ 2024માં આ 4 ફિલ્મોથી બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો