Covid-19 Positive: અમિત સાધને થયો કોરોના, સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી વાત

બોલિવૂડ એક્ટર અમિત સાધે મંગળવારે તેના ચાહકોને માહિતી આપી કે તે કોરોથી સંક્રમિત થયો છે.

Covid-19 Positive: અમિત સાધને થયો કોરોના, સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી વાત
Amit Sadh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 9:55 PM

બોલિવૂડ એક્ટર અમિત સાધે મંગળવારે તેના ચાહકોને માહિતી આપી કે તે કોરોથી સંક્રમિત થયો છે. તેના ચાહકોને આ વિશે જણાવવા માટે અમિતે સોશિયલ મીડિયા પર એક નોટ પોસ્ટ કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરતા અમિતે લખ્યું, “અત્યંત સાવચેતી હોવા છતાં, મને કોરોના થયો છે. શરૂઆતમાં, જ્યારે મને ખૂબ જ હળવા લક્ષણો દેખાયા ત્યારે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો. કોવિડના પ્રોટોકોલને અનુસરીને, મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે અને હું હોમ ક્વોરેન્ટાઇનમાં રહીશ. મને ખાતરી છે કે હું આમાંથી વધુ મજબૂત અને વધુ સારી રીતે બહાર આવીશ. કૃપા કરીને તમે બધા સુરક્ષિત રહો અને તમારી અને અન્યની સંભાળ રાખો. તમને સૌને પ્રેમ કરું છું.”

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
View this post on Instagram

A post shared by AMIT SADH (@theamitsadh)

અમિતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેને કોરોના હોવા અંગે પોસ્ટ કરતાની સાથે જ તેના તમામ ચાહકો, શુભેચ્છકો અને મિત્રોએ કોમેન્ટ સેક્શનમાં તેના માટે ‘ગેટ વેલ સૂન’ મેસેજ પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. અભિનેત્રી અનુષ્કા અરોરાએ કોમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે, જલ્દી સ્વસ્થ થાઓ, સંભાળ રાખો. તો ટીવી અભિનેત્રી વિંધ્યા તિવારીએ તેમના માટે લખ્યું છે કે, “કૃપા કરીને ધ્યાન રાખજો.” ગૌતમ રોડે અને નીરજ ગાબાએ પણ અમિતના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

અમિત સાધ અત્યાર સુધી ‘કાઈ પો છે’, ‘ગુડ્ડુ રંગીલા’, ‘સરકાર 3’ અને બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. અમિતે અત્યાર સુધી OTT પ્લેટફોર્મ પર ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. ટૂંક સમયમાં તે બ્રેથ સીઝન 3 માં જોવા મળી શકે છે. અમિતે ગયા મહિને જાહેરાત કરી હતી કે તેણે તેની લોકપ્રિય એમેઝોન પ્રાઇમ વેબ સિરીઝ બ્રેથની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું છે, જેમાં તે ફરી અભિષેક બચ્ચન અને નિત્યા મેનન સાથે જોવા મળશે.

આ પણ વાંચો: યુજીસીએ આપી સૂચના, યુનિવર્સિટી અને કોલેજોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ જલ્દીથી ભરવામાં આવે

આ પણ વાંચો: UPSC Success Story: એક સમયે અભ્યાસથી દુર ભાગતા કુમાર અનુરાગ આ રીતે બની ગયા IAS ઓફિસર, વાંચો એમની રસપ્રદ કહાની

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">