બોની કપૂરની દીકરી ખુશી કપૂર કોને કરી રહી છે ડેટ? કરણના શોમાં કર્યો ખુલાસો
બોની કપૂરની દીકરી ખુશી કપૂર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. તાજેતરમાં જ ખુશી કપૂરે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. ખાસ વાત એ છે કે ખુશી કપૂરની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. ખુશી કપૂર હંમેશા તેના ફેન્સ માટે ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

બોની કપૂરની નાની દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ખુશી કપૂરે હાલમાં જ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અને ખુશી કપૂરે આ જ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ખુશી કપૂર છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. રસપ્રદ વાત એ છે કે ખુશી કપૂર પણ તેના ફેન્સ માટે સતત ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.
આર્ચીઝ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી
ખુશી કપૂરે આર્ચીઝ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ 7 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ જરા પણ સફળ રહી ન હતી. ફિલ્મનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યું હતું. ખુશી કપૂર હાલમાં જ કોફી વિથ કરણ શોમાં જોવા મળી હતી. આ વખતે ખુશીએ ધમાકો કર્યો છે.
અલગ અંદાજમાં આપ્યો જવાબ
કરણ જોહરે કહ્યું કે, એવી ચર્ચા છે કે ખુશી વેદાંગ રૈનાને ડેટ કરી રહી છે. આ વખતે ખુશી કપૂર કરણ જોહરને જડબાતોડ જવાબ આપતી જોવા મળી રહી છે. ખાસ કરીને ખુશી કપૂરનો જવાબ બધાને ચોંકાવનારો હતો. ખુશી કપૂર ખૂબ જ ખાસ અંદાજમાં જવાબ આપતી જોવા મળે છે.
બંનેમાંથી કોઈએ કોમેન્ટ્સ કરી નથી
ખુશીએ કહ્યું, ‘શું તમે ઓમ શાંતિ ઓમનું તે દ્રશ્ય જાણો છો જ્યાં લોકો કહેતા હતા કે ઓમ અને હું માત્ર સારા મિત્રો છીએ?’ ખુશીની વાત સાંભળીને બધાને નવાઈ લાગી. હવે આ જ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કરણ જોહરના આ શોમાં ઘણા કલાકારો જોવા મળે છે.
ફિલ્મ ધ આર્ચીઝથી સતત એવી ચર્ચા ચાલી રહી છે કે ખુશી કપૂર અને વેદાંગ રૈના એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ કોમેન્ટ્સ કરી નથી. ખુશી કપૂર અને વેદાંગ રૈના ઘણીવાર સાથે જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર વેદાંગ રૈના અને ખુશી કપૂર એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે આ અંગે હજુ સુધી કંઈપણ માહિતી બહાર આવી નથી.
