NDPS Case : એક્ટર અરમાન કોહલીની વધી મુશ્કેલી, બોમ્બે હાઈકોર્ટે અભિનેતાને જામીન આપવા કર્યો ઈનકાર

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અરમાનની ધરપકડ કરતા પહેલા તેના ઘરે દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન તેના ઘરેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

NDPS Case : એક્ટર અરમાન કોહલીની વધી મુશ્કેલી, બોમ્બે હાઈકોર્ટે અભિનેતાને જામીન આપવા કર્યો ઈનકાર
Bombay high court refuses bail to actor armaan kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 3:08 PM

NDPS Case : અરમાન કોહલીની મુસીબતોનો અંત આવવાનુ નામ નથી લઈ રહ્યો. બોમ્બે હાઈકોર્ટે NDPS કેસમાં અરમાનને જામીન આપવા મનાઈ કરી છે. તમને જણાવી દઈએ કે, એક્ટર અરમાન કોહલી (Armaan Kohli) ઓગસ્ટ 2021 થી ન્યાયિક કસ્ટડીમાં છે.જ્યારે અરમાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે NCBએ સ્પષ્ટ કર્યુ હતું કે, અરમાન ડ્રગ્સના(Drugs)  સેવનને લઈને ઘણા મોટા આરોપોનો સામનો કરી રહ્યો છે.

ડ્રગ્સ કેસમાં ફસાયા અરમાન કોહલી !

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અરમાનની ધરપકડ કરતા પહેલા તેના ઘરે દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન તેના ઘરેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.પૂછપરછ દરમિયાન જ્યારે અભિનેતાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. પૂછપરછ બાદ NCB અધિકારીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સનો મામલો સામે આવ્યા બાદ NCB (Narcotics Control Bureau)  બોલિવૂડ પર નજર રાખી રહ્યું છે. ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં અનેક સેલેબ્સના નામ સામે આવી ચૂક્યા છે. ડ્રગ્સ કેસમાં આ અગાઉ રિયા ચક્રવર્તી, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે થોડા દિવસ જેલમાં રહ્યા બાદ તેને જામીન મળી ગયા હતા.આ સિવાય ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ પણ સામે આવ્યું હતું. ત્યારે હાલ ડ્રગ્સ કેસમાં ફસાયેલા એક્ટર અરમાન કોહલીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ

તમને જણાવી દઈએ કે, અરમાન બોલિવુડના દિગ્દર્શક રાજ કુમાર કોહલી અને અભિનેત્રી નિશીનો પુત્ર છે. જોકે, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં(Bollywood Industry)  તે પોતાનું મોટું નામ બનાવી શક્યો નહોતો. 1992માં ફિલ્મ ‘વિરોધી’થી કરિયરની શરૂઆત કરનાર અરમાને ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ કર્યા છે. જોકે, સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં અરમાને વિલનનું પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા.

અરમાન બિગ બોસમાં પણ જોવા મળ્યો હતો. તે આ શો જીતી શક્યો ન હતો, પરંતુ તેને આ શોથી લોકપ્રિયતા મળી હતી. અરમાનની ફિલ્મ NO Means NO આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં અરમાન ઉપરાંત ગુલશન ગ્રોવર અને શરદ કપૂર લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : ભાઈજાનના ચાહકો માટે ખુશખબર : બોલિવુડ અભિનેતા સલમાન ખાને આ સુપરહિટ ફિલ્મની સિક્વલ બનાવવાની કરી જાહેરાત

આ પણ વાંચો : બચ્ચન પરિવારની વધી મુશ્કેલી ! પનામા પેપર્સ મામલે બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ED સમક્ષ થશે હાજર

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">