છત્તીસગઢ રેપ કેસમાં કોર્ટે આપેલા નિર્ણય બાદ બોલીવૂડ સ્ટાર્સનો ફૂટ્યો ગુસ્સો, સોશિયલ મીડિયા પર આ રીતે રોષ પ્રગટ કર્યો

બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ (Taapsee Pannu) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે દરેક મુદ્દાઓ પર પોતાનું નિવેદન આપવાથી પાછળ નથી હટતી.

છત્તીસગઢ રેપ કેસમાં કોર્ટે આપેલા નિર્ણય બાદ બોલીવૂડ સ્ટાર્સનો ફૂટ્યો ગુસ્સો, સોશિયલ મીડિયા પર આ રીતે રોષ પ્રગટ કર્યો
Taapsee pannu sona mohapatra reacted at chattisgarh high court decision on marital rape case

છત્તીસગઢ હાઇકોર્ટે ગુરુવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ ચુકાદા બાદ કેટલાક બોલીવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઇએ કે, એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નિર્ણય આપ્યો છે કે કાયદાકીય રીતે વિવાહિત પત્નિ સાથે પતિ દ્વારા બનાવવામાં આવેલા યૌન સંબંધો અથવા તો કોઇ પણ યૌન કૃત્ય બળાત્કાર નથી. પછી એ જબરદસ્તી હોય કે ઇચ્છા વિરુદ્ધ હોય.

બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ (Taapsee Pannu) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે દરેક મુદ્દાઓ પર પોતાનું નિવેદન આપવાથી પાછળ નથી હટતી. કોર્ટના આ નિર્ણય પર પણ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે.

 

 

સોના મોહાપાત્રાને આવ્યો ગુસ્સો

તાપસી પન્નુ સિવાય સોના મોહાપાત્રાએ પણ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યુ કે. આ ભારતને વાંચીને મને જે બિમારીનો અનુભવ થઇ રહ્યો છે જેના વિશે હુ લખી પણ શકુ તેમ નથી.

 

કેસની વાત કરીએ તો જસ્ટીસ એનકે ચંદ્રવંશીએ ગુરુવારે એ કેસ પર નિર્ણય સંભળાવ્યો છે જેમાં વ્યક્તિ અને તેના પરિવારના 2 સદસ્યો વિરુદ્ધ રેપ અને અન્ય ગુનાઓને રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે 2017 માં પીડિતાએ રાયપુરના ચંગોરાભાટામાં રહેતા એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસો બાદથી જ પતિ અને તેના પરિવારના 2 સદસ્યોએ તેને દહેજ માટે હેરાન કરવાનું શરૂ કરી દીધુ ત્યાર બાદ મહિલાએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી.

આ પણ વાંચો –

Beauty Tips : લીંબુની છાલ ફેંકતા પહેલા વિચારજો કારણ કે લીંબુ કરતા પણ તેની છાલના છે અઢળક ફાયદા

આ પણ વાંચો –

Birthday Special: લગ્ન પહેલા આ 3 સેલેબ્સને ડેટ કરી ચૂકી છે નેહા ધૂપિયા, આ મોટા ક્રિકેટરનું નામ પણ લીસ્ટમાં

આ પણ વાંચો –

ICC T20: એવો તો ચમત્કાર સર્જાયો કે કોઇ ક્રિકેટર આજ સુધી નથી કરી શક્યો, 4 ઓવરમાં દરેક ત્રીજા બોલે વિકેટ મેળવી, જુઓ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati