દુર્લભ બીમારીથી જંગ લડતા આ બાળકની વ્હારે આવ્યા Bollywood સ્ટાર્સ, 16 કરોડ રૂપિયાની છે જરૂર

તે બાળકને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી છે. જો કે આ બીમારી જૂજ લોકોમાં જ જોવા મળે છે. અયાંશ ગુપ્તાના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે

દુર્લભ બીમારીથી જંગ લડતા આ બાળકની વ્હારે આવ્યા Bollywood સ્ટાર્સ, 16 કરોડ રૂપિયાની છે જરૂર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 15, 2021 | 4:19 PM

Bollywood સ્ટાર્સ પોતાની ફિલ્મો અને અંગત જીવન સિવાય સામાજિક કાર્યો કરવાને લીધે પણ ચર્ચામાં રહેતા હોય છે. બોલીવૂડની અંદર એવા પણ સ્ટાર્સ છે કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. ફરી એક વાર બોલિવુડના કેટલાય સિતારાઓ એક બિમાર બાળકની મદદ માટે આગળ આવ્યા છે. સાથે સાથે તેમના ફેંસ ફોલોવર્સને પણ મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જો કે અયાંશ ગુપ્તા (Ayaansh Gupta) નામનો બાળક એક દુર્લભ બીમારીથી ઝઝૂમી રહ્યો છે. તે બાળકને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી Spinal muscular atrophy (SMA) નામની બીમારી છે. જો કે આ બીમારી જૂજ લોકોમાં જ જોવા મળે છે. અયાંશ ગુપ્તાના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. તેવામાં બોલિવુડના ઘણા સિતારાઓ આ બાળકની મદદ માટે આગળ આવ્યા છે અને પોતાના ફેંસ ફોલોવર્સને પણ મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

અભિનેતા અજય દેવગણે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે #SaveAyaanshGupta આ બાળક સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત છે. આ બાળકને દુનિયાની સૌથી મોંઘી દવાની જરૂર છે. આ બાળકના ઈલાજમાં 16 કરોડ રૂપિયાનો ખર્ચો છે. આપના દ્વારા આપેલું દાન આમની મદદ કરી શકશે. દાન કરવા માટેની લિન્ક કમેંટ બોક્સમાં આપેલી છે.

અનિલ કપૂરે પણ પોતાના ટ્વીટર પર અયાંશની મદદ માટેની પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમને લખ્યું હતું કે દરેક નાની મદદ પણ મોટું કામ કરે છે. આ સાથે સાથે અભિનેત્રી નુસરત ભરૂચાએ પણ પોતાના ટ્વીટર પર પોતાના ફોલોવર્સને મદદ કરવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે અયાંશ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી (SMA) પીડિત છે. જેના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. વધુ જાણકારી માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને દાન કરવા માટે આગળ આવો

ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીના અભિનેતા સની સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું કે નાનકડા અયાંશને આપણાં સૌની મદદની જરૂર છે. આ દુર્લભ જીવનની ખતરનાક બીમારીથી ઊગરવા માટે આપણાં સૌની મદદની જરૂર છે. સારા અલી ખાને પણ પોતાના Instagram પર સ્ટોરી મૂકીને આ વિશેની વાત કરી હતી.

આ પણ વાંચો: પોતાના અને સની દેઓલ વચ્ચેના સંબંધોને લઈને સાવકી મા હેમા માલિનીએ કર્યો ખુલાસો, કહી આ મોટી વાત

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">