Tokyo Paralympics: ભારતે પેરાલિમ્પિક્સમાં રચ્યો ઇતિહાસ, આ ફિલ્મી સ્ટાર્સે દેશના રિયલ સ્ટાર્સને પાઠવ્યા અભિનંદન

ટોક્યો પેરાલિમ્પિક્સમાં રમતવીરોએ ઇતિહાસ રચ્યો છે. ભારતે આજે 4 મેડલ જીત્યા છે. જે બાદ બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.

Tokyo Paralympics: ભારતે પેરાલિમ્પિક્સમાં રચ્યો ઇતિહાસ, આ ફિલ્મી સ્ટાર્સે દેશના રિયલ સ્ટાર્સને પાઠવ્યા અભિનંદન
bollywood celebs congratulate to Indian players who won medals in Tokyo paralympics

જન્માષ્ટમી નિમિત્તે ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પોતાના ધ્વજનું માન વધાર્યું છે. આજે રમતવીરોએ થોડા કલાકોમાં 4 મેડલ જીતીને બધાને ચોંકાવી દીધા છે. ભારતે 2 કલાકમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

અવની લેખરાએ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. યોગેશ કથુનિયાએ થ્રો ડિસ્કમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સિવાય ભારતે ભાલા ફેક એટલે કે જેવલીનમાં (javelin throw) સિલ્વર અને બ્રોન્ઝ મેડલ બંને જીત્યા છે. દેવેન્દ્ર ઝાઝરીયાએ સિલ્વર અને સુંદરસિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યો. રમતવીરના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ તેમની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. બોલિવૂડ સેલેબ્સ પણ તેમને ખુબ ખુબ અભિનંદન આપી રહ્યા છે.

અહીંયા જુઓ બોલિવૂડ સેલેબ્સની પોસ્ટ

અવનીને અભિનંદન આપતા અભિષેક બચ્ચને લખ્યું – ભારત માટે સુવર્ણ ક્ષણ. અવની ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે.

અભિષેકે યોગેશ કથુનિયાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પણ આપ્યા હતા. તેમણે લખ્યું – યોગેશ સિલ્વર મેડલ જીતવા બદલ અમને તમારા પર ગર્વ છે.

અભિનંદન આપતા અક્ષય કુમારે લખ્યું – અવની લેખરાને આખલાની આંખ પર હીટ કર્યા બાદ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચવા બદલ અભિનંદન. ગોલ્ડ મેડલ. શું ડેબ્યુ છે.

અર્જુન રામપાલે પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું- પેરાલિમ્પિક્સ માટે ટીમ ઇન્ડિયાને અભિનંદન. મેડલોનો વરસાદ થઈ રહ્યો છે અને તમે અમને ગર્વની અનુભૂતિ કરાવી રહ્યા છો. લેટેસ્ટ ગોલ્ડ મેડલ છે.

https://twitter.com/rampalarjun/status/1432176504394305540

અભિનેત્રી તાપસી પન્નુએ પણ તમામ રમતવીરોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે અવની માટે લખ્યું – ગુડ મોર્નિંગ ઇન્ડિયા. ગોલ્ડમાં આપનું સ્વાગત છે. શુદ્ધ સોનું. અવની લેખરા. તેમજ યોગેશ કથુનિયા માટે, તેમણે ટ્વિટ કર્યું – મેડલોનો વરસાદ થઈ રહ્યો છે. યોગેશ કથુનિયા માટે સિલ્વર. સુંદર સિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તાપસીએ લખ્યું – ચેમ્પિયન્સ. મને લાગે છે કે હવે જેવલિનમાં આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ તે રીતે આપણે રાષ્ટ્રીય રમતો માટે પણ સ્પર્ધા કરી શકીએ છીએ.

આ ઉપરાંત અન્ય ઘણા સ્ટાર્સે પણ પોસ્ટ કરીન શુભેચ્છાઓ પાઠવી છે.

રણદીપ હુડ્ડાએ પણ ટ્વીટ કરીને અવનીને શુભેચ્છાઓ પાઠવી છે. અન્ય સ્ટાર્સ અને નેતાઓ પણ ભારતના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

 

આ પણ વાંચો: Guru Randhawa Net Worth: કરોડોની સંપત્તિનો માલિક છે ગુરુ રંધાવા, ગાડીઓનું કલેક્શન છે દમદાર

આ પણ વાંચો: દૂધનું દૂધ પાણીનું પાણી: સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં સોનમ કપૂરના રોલને લઈને ખુલાસો, ચર્ચાઓ પર વિરામ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati