Maha Shivratri 2022: અજય દેવગણે ચાહકોને મહા શિવરાત્રીની શુભેચ્છા પાઠવી, સોનમ કપૂરથી લઈને મૌની રોય અને સોહા અલી ખાને પણ કરી પૂજા

અજય દેવગણથી (Ajay Devgn) લઈને સોનમ કપૂર (Sonam Kapoor) અને મૌની રોય (Mouni Roy) સુધી, તેઓએ પોસ્ટ કરીને તેમના ચાહકોને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી.

Maha Shivratri 2022: અજય દેવગણે ચાહકોને મહા શિવરાત્રીની શુભેચ્છા પાઠવી, સોનમ કપૂરથી લઈને મૌની રોય અને સોહા અલી ખાને પણ કરી પૂજા
Bollywood celebrity are also celebrating Mahashivratri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 5:28 PM

આખા દેશમાં મહાશિવરાત્રી (MahaShivratri 2022) ઉજવાઈ રહી છે, આવી સ્થિતિમાં બોલિવૂડના તમામ સેલેબ્સ પણ મહાશિવરાત્રીને લઈને ઉત્સાહિત હતા. આ ખાસ અવસર પર બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ફેન્સને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. અજય દેવગણથી (Ajay Devgan) લઈને સોનમ કપૂર (Sonam Kapoor) અને મૌની રોય (Mouni Roy) સુધી તેઓએ પોસ્ટ કરીને તેમના ચાહકોને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી. અજય દેવગણે ‘ઓમ નમઃ શિવાય’ (Om Namah Shivay) સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં ભગવાન શિવની આકૃતિ બનતી જોવા મળી રહી છે.

અહીં જૂઓ, અજય દેવગણની પોસ્ટ …

અભિનેત્રી મૌની રોયે પણ મહાશિવરાત્રીના અવસર પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે હાથ જોડીને શિવલિંગની સામે ઉભી જોવા મળી રહી છે. મૌનીએ બેથી ત્રણ તસવીરો શેર કરી છે. અન્ય તસવીરોમાં મૌની શિવની વિશાળ મૂર્તિની સામે ઉભી જોવા મળે છે. મૌનીએ કેપ્શનમાં લખ્યું છે- ‘કર્પૂર ગૌરમ્ કરુણાવતારમ્ સંસાર સરમ્ ભુજગેન્દ્ર હારમ્. સદા વસંતમ્ હૃદયારવિંદે ભવમ્ ભવાની સહિતમ્ નમામિ || આપ સૌને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ’

સોનમ કપૂરે પણ પાઠવી શુભેચ્છાઓ

સોનમ કપૂરે પણ એક પોસ્ટ કરી છે. જેમાં તે તેના ચાહકોને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી રહી છે. અભિનેત્રીએ મંત્ર સાથે શિવ બાબાની તસવીર શેર કરી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે – ‘ઓમ ત્ર્યંબકમ્ યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્. ઉર્વરુકમિવ બન્ધનાનમૃત્યોરમુક્ષીય મામૃતાત્

કુણાલ ખેમુ શંખનાદ કરતો જોવા મળ્યો

અભિનેત્રી સોહા અલી ખાને પણ તેના ઈન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે તેના પરિવાર સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરતી અને ભગવાન શિવની પૂજા કરતી જોવા મળી હતી. વીડિયોમાં કુણાલ ખેમુ શંખનાદ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સોહા અલી ખાન તેના પતિને શંખ ફૂંકતા જોઈ રહી છે. કુણાલ અને સોહાની પુત્રી ઈનાયા પણ ફ્રેમમાં જોવા મળી રહી છે. આ સિવાય સોહાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પરથી તેના પરિવારની ઘણી તસવીરો શેર કરી છે. ઈનાયા તેના મમ્મી-પપ્પા સાથે આ દિવસનો આનંદ માણતી જોવા મળે છે.

આ પણ વાંચો: Mahashivratri 2022: જાણો ભવનાથ મહાદેવની સ્થાપનાનું રહસ્ય, કોણે કરી ભવેશ્વર લિંગની સ્થાપના

આ પણ વાંચો: પાલનપુરના પ્રસિદ્ધ યાત્રાધામ બાજોઠીયા મહાદેવની 27 ફૂટ ઉંચી શિવજીની મૂર્તિ, જુઓ Photos

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">