પિતાને ગુમાવ્યા પછી હેલને સંભાળ્યું ઘર, પછી બની ઇન્ડસ્ટ્રીની પ્રથમ ‘આઇટમ ગર્લ’

'મેરા નામ ચિન ચિન ચૂ', 'યમ્મા યમ્મા', 'ઓ હસીના ઝુલ્ફોન વાલી', 'મોનિકા, ઓ માય ડાર્લિંગ' જેવા આઈટમ નંબર આપનારી હેલનના ડાન્સિંગના લોકો આજે પણ દિવાના છે.

પિતાને ગુમાવ્યા પછી હેલને સંભાળ્યું ઘર, પછી બની ઇન્ડસ્ટ્રીની પ્રથમ 'આઇટમ ગર્લ'
Helan Birthday
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 21, 2022 | 9:59 AM

હિન્દી સિનેમામાં, હેલને તેના ડાન્સ મૂવ્સથી તેના અભિનયથી વધુ લોકોના દિલમાં જગ્યા બનાવી છે. બોલિવૂડની પહેલી ‘આઇટમ ગર્લ’ કહેવાતી હેલનને ઇન્ડસ્ટ્રીના લોકો તેમજ દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી હતી. ત્રણ કલાકની આ ફિલ્મમાં, જ્યારે હેલન થોડી મિનિટો માટે જ સ્ક્રીન પર દેખાતી હતી, ત્યારે સિનેમા હૉલ જોવા જેવો હતો. આજે અભિનેત્રી તેનો 84મો જન્મદિવસ ઉજવી રહી છે. ચાલો જાણીએ તેમના જીવનના કેટલાક એવા રહસ્યો, જેનાથી તમે કદાચ અજાણ હશો.

હેલનના કરોડો ચાહકો છે. એક સમય હતો જ્યારે હેલનનું કોઈ પણ ફિલ્મમાં આઈટમ સોંગ હોય ત્યારે લોકો તેનો ડાન્સ જોવા માટે જ થિયેટરમાં પહોંચી જતા હતા. સ્થિતિ એવી હતી કે, જ્યારે ડાન્સ શરૂ થયો ત્યારે આખા થિયેટરમાં સિક્કાઓનો વરસાદ થવા લાગતો અને જ્યાં સુધી ડાન્સ પૂરો ન થાય ત્યાં સુધી તે ચાલતું રહેતું હતું. આટલું જ નહીં, હેલને લોકોને એટલો પ્રભાવિત કર્યા કે, તેના કારણે લોકો તેમની છોકરીઓને ડાન્સ શીખવવાની ઈચ્છવા રાખવા લાગ્યા. હેલનના ડાન્સમાં જે સ્પાર્ક હતો તે લોકોને પોતાની તરફ આકર્ષિત કરતી રહી.

આ છે હેલેનનું સાચું નામ

1938માં રંગૂનમાં જન્મેલી હેલેનનું અસલી નામ હેલેન એન રિચર્ડસન છે. પરંતુ, બહુ ઓછા લોકો જાણતા હશે કે હેલને તેના જીવનમાં ઘણી એવી પીડાઓ જોઈ હતી જે અસહ્ય હતી, પરંતુ તે લડી અને સ્ટાર બનીને ઉભરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હેલનના પિતાનું અવસાન થયું હતું. આ કારણે ઘરની સમગ્ર જવાબદારી હેલનના ખભા પર આવી ગઈ.

રાતોરાત બની ગઈ હતી સ્ટાર

માતા અને ઘરની આવી હાલત જોઈને માસૂમ હેલન પોતાનો અભ્યાસ ભૂલી ગઈ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શોધવા લાગી. ઘણા વર્ષો સુધી, તે સ્ટુડિયોની આસપાસ ફરતી રહી. આખરે તેનું નસીબ ફરી વળ્યું અને તેને હાવડા બ્રિજ ફિલ્મમાં કામ કરવાની તક મળી. તે દરમિયાન તેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી. હેલનને ફિલ્મમાં એક આઈટમ સોંગ કરવાનું મળ્યું. આ ગીત ખૂબ ફેમસ થયું. હેલન રાતોરાત સ્ટાર બની ગઈ અને ટૂંક સમયમાં તે, તે સમયની પહેલી આઈટમ ગર્લ બની ગઈ.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati