Shahid Kapoor Birthday : બેક-ગ્રાઉન્ડ ડાન્સરથી લઈને ‘પદ્માવત’ સુધી, શાહિદ સ્ટાર કિડ હોવા છતાં કરિયર માટે કર્યો છે સંઘર્ષ – જુઓ Video

Shahid Kapoor Birthday : શાહિદ કપૂરનો જન્મ 25 ફેબ્રુઆરી 1981ના રોજ પંકજ કપૂર અને નીલીમા અઝિમના ઘરે થયો હતો. આજે શાહિદ તેનો 42 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

Shahid Kapoor Birthday : બેક-ગ્રાઉન્ડ ડાન્સરથી લઈને 'પદ્માવત' સુધી, શાહિદ સ્ટાર કિડ હોવા છતાં કરિયર માટે કર્યો છે સંઘર્ષ - જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 1:01 PM

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરે દરેક શૈલીમાં તેના એક્ટિંગનો ઝલવો બતાવ્યો છે અને પ્રેક્ષકોના દિલ જીત્યા છે. એક્શન, કોમેડી, થ્રીલર કે રોમાન્સ….શાહિદનો દરેક અંદાજ ફેન્સને પસંદ આવે છે. માત્ર ઓનસ્ક્રીન જ નહીં પણ ઓફ સ્ક્રીનમાં પણ તે બધાનું દિલ કેવી રીતે જીતવું તે સારી રીતે જાણે છે. શાહિદ કપૂરનો જન્મ 25 ફેબ્રુઆરી 1981 ના રોજ પંકજ કપૂર અને નીલીમા અઝિમના ઘરે થયો હતો. આજે શાહિદ તેનો 42 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

આ પણ વાંચો : Shahid Kapoor Birthday : શાહિદ કપૂરને જોઈને કરીના થઈ ગઈ ‘ફિદા’, સૈફની સામે જ કરી કિસ

અત્યાર સુધીની સિનેમાની સફર

શાહિદ કપૂર ફક્ત 3 વર્ષનો હતો જ્યારે તેના માતાપિતાના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી એક્ટર પંકજ કપૂર મુંબઇ સ્થળાંતર થયા, શાહિદ કપૂર માતા નીલીમા અઝીમ સાથે દિલ્હીમાં રહેતા હતા. શાહિદ એક સારો ડાન્સર પણ છે અને આ માટે સખત મહેનત કરે છે. શાહિદે કરિયરની શરૂઆતમાં બેકડાન્સર તરીકે કામ કર્યું હતું. શાહિદ ‘તાલ’ અને ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મોમાં પણ જોવા મળે છે. સ્ટારકીડ હોવા છતાં પણ શાહિદે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને અંતે ઇશ્ક વિસ્ક ફિલ્મ સાથે તેને શરૂઆત કરી હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

શાહિદને કહેતા ‘ચોકલેટ બોય’

સુંદર દેખાવને કારણે શાહિદને તેની શરૂઆતની કરિયરમાં ‘ચોકલેટ બોય’ કહેવાયો હતો. શાહિદે પહેલી ફિલ્મ માટે કેટલાક એવોર્ડ પણ જીત્યા હતા, પરંતુ તે માત્ર શરૂઆત હતી. આ પછી ફિદા, દિલ માંગે મોર, દિવાને હુએ પાગલ, વાહ લાઇફ હો એસી, 36 ચાઇના ટાઉન જેવી બેક ટુ બેક ફિલ્મો આવી હતી. જો કે પ્રેક્ષકોને શાહિદ ગમ્યો પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી.

કોલ્ડડ્રિંક્સની એડ અને આલ્બમ સોન્ગ પણ કર્યું છે કામ

શાહિદ કપૂરે નાને ઉંમરે જ કોલ્ડડ્રિંક્સની એડવર્ટાઈઝમાં કામ કર્યું હતું. જેમાં તેની સાથે રાણી મુખર્જી, શાહરુખ ખાન અને કાજોલ જોવા મળી હતી. શાહિદ કપૂરનું પહેલું આલ્બમ સોન્ગ ‘આંખો મેં તેરા હી ચહેરા’માં ચોકલેટી બોય તરીકે કામ કર્યું છે.

હિટ ફિલ્મોની લિસ્ટ

2006માં રિલીઝ થયેલી વિવાહ ફિલ્મે શાહિદની ડૂબતી નૈયા પાર કરાવી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. આ પછી, જ્યારે જબ વી મેટ તેની કરિયરને ઉંચાઇ પર લાવવાનું કામ કર્યું. જો કે આ પછી પણ શાહિદની કરિયરનો આલેખ ચાલુ રહ્યો. શાહિદે તેની કરિયરમાં ઘણી સારી ફિલ્મો આપી છે, જેમાં વિવાહ અને જબ વી મેટ ઉપરાંત કમિને, હૈદર, ઉડતા પંજાબ, પદ્માવત અને કબીર સિંહ વગેરે. અત્યારે શાહિદ કપૂર તેની ડિજિટલ ડેબ્યૂ ફર્જી માટે વાહવાહી લુટી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">