બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાને લીધી કોરોના વેક્સિન

કોરોના વાઈરસને હરાવવા માટે દેશમાં ચાલી રહેલા વેક્સિન અભિયાનમાં હવે બોલીવુડના મોટા સેલેબ્સ પણ જોડાતા દેખાઈ રહ્યા છે. અભિનેતા સૈફ અલી ખાને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

  • Kunjan Shukal
  • Published On - 19:46 PM, 5 Mar 2021
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાને લીધી કોરોના વેક્સિન
Saif Ali Khan

કોરોના વાઈરસને હરાવવા માટે દેશમાં ચાલી રહેલા વેક્સિન અભિયાનમાં હવે બોલીવુડના મોટા સેલેબ્સ પણ જોડાતા દેખાઈ રહ્યા છે. અભિનેતા સૈફ અલી ખાને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર કોઈ ફોટો શેર નથી કર્યો પણ મીડિયાના કેમેરામાં તે કેદ થયા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટોમાં સૈફ રસી લગાવ્યા બાદ ગાડી તરફ જતા જોવા મળી રહ્યા છે. બ્લૂ કલરના કુર્તા અને ગ્રે ટ્રાઉઝરમાં સૈફે પોતાને કેઝ્યુલ લુક આપ્યો છે. અભિનેતાએ મોં પર લાલ રંગનું એક કપડુ પણ બાંધી રાખ્યું છે. મળતી માહિતી મુજબ અભિનેતાએ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્ષમાં કોરોનાની રસી લગાવી. જ્યારે તે કોરોનાની રસી લગાવવા આવ્યા હતા, ત્યારે બીજા લોકો પણ લાઈનમાં ઉભા નજરે આવી રહ્યા હતા.

 

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન પહેલા સતીશ શાહ, કમલ હસન જેવા ઘણા અભિનેતા પણ કોરોનાની રસી લઈ ચૂક્યા છે. તમામ લોકો ઝડપી રસી લગાવી એ સંદેશ આપવા ઈચ્છે છે કે કોરોનાની આ વેક્સિન એકદમ સુરક્ષિત છે અને લોકોએ તેને લગાવવી જોઈએ.

 

આ પણ વાંચો: Rajkot : એઈમ્સમાં આગામી ડિસેમ્બરથી શરૂ થશે ઓ.પી.ડી, હોસ્પિટલનું નિર્માણકાર્ય 2022માં પૂર્ણ થવાની શક્યતા