બૉલીવુડ એક્ટર Ranveer Singh ફિલ્મોમાંથી જ નહીં પરંતુ આ જગ્યા પરથી પણ કરે છે કમાણી

બોલીવુડમાં જો એક વાર નામ બની જાય પછી તે કોઈ કમી નથી રહેતી. બોલીવુડના ઘણા એવા સ્ટાર છે જેને નામ કમાયું છે. બોલીવુડ એક્ટર રણવીરસિંહ ( Ranveer Singh) પણ આ સુપરસ્ટાર લિસ્ટમાં સામેલ છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 11:17 AM, 5 Apr 2021
બૉલીવુડ એક્ટર Ranveer Singh ફિલ્મોમાંથી જ નહીં પરંતુ આ જગ્યા પરથી પણ કરે છે કમાણી
રણવીર સિંહ

બોલીવુડમાં જો એક વાર નામ બની જાય પછી તે કોઈ કમી નથી રહેતી. બોલીવુડના ઘણા એવા સ્ટાર છે જેને નામ કમાયું છે. બોલીવુડ એક્ટર રણવીરસિંહ ( Ranveer Singh) પણ આ સુપરસ્ટાર લિસ્ટમાં સામેલ છે. રણવીર સિંહ સોશિયલ મીડિયામાં પણ ઘણો એક્ટિવ રહે છે. રણવીરસિંહ તેની અને દીપિકાની તસ્વીર શેર કરતો રહે છે. રણવીરસિંહનું ફેન ફોલોઇંગ પણ વધારે છે.

આજે રણવીર પાસે ઘણી મોટી ફિલ્મો છે.ફેન્સ આતુરતાથી રણવીરસિંહની ફિલ્મ્સની રાહ જુએ છે. આપણે સૌ જાણીએ છીએ કે, જેટલી પ્રસિદ્ધિ હશે તેટલી ફી વધારે હશે. રણવીર એક ફિલ્મમાં કામ કરવા માટે ઘણા કરોડો રૂપિયા વસૂલે છે, પરંતુ માત્ર ફિલ્મો જ નહીં, રણવીર પાસે એન્ડોર્સમેન્ટની પણ કોઈ કમી નથી.

રણવીર સિંહે બોલીવુડના સૌથી વધુ ફીના કલાકારોની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ ઉપરાંત રણવીરસિંહ ઘણી મોટી બ્રાન્ડ્સની પ્રથમ પસંદગી પણ બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડા સમય પહેલા જાહેરાતની દુનિયા અનુસાર એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાર્સને તેમના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અનુસાર ક્રમે રાખવામાં આવ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે નહીં કે આ યાદીમાં રણવીર સિંહનું નામ બીજા ક્રમે છે. અક્ષય કુમારનું નામ પહેલા નંબર પર આવે છે.

આજે, રણવીરસિંહ ટૂથપેસ્ટ, ડિઓડોન્ટ બ્રાન્ડથી લઈને મોબાઇલ બ્રાન્ડ સુધીની ઘણી મોટી બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ કરે છે. માત્ર એન્ડોર્સમેન્ટ દ્વારા જ રણવીરસિંહ દર વર્ષે લગભગ 84 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે, રણવીરસિંહે ખૂબ જ નાની ઉંમરમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.

અભિનેતા રણવીર સિંહ આજના સુપરહિટ કલાકારો પૈકી એક છે. રણવીરસિંહે રામલીલા, ગુંડે, બાજીરાવ મસ્તાની, પદ્માવત, સિમ્બા, ગલી બોય જેવી ફિલ્મોમાં પોતાની પ્રતિભા બતાવી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર અને દીપિકા ટૂંક સમયમાં ’83’ માં જોવા મળશે. આ ફિલ્મ ગત ગત વર્ષમાં એટલે કે 2020 માં રિલીઝ થવાની હતી, પરંતુ બાકીની ફિલ્મોની જેમ કોરોના રોગચાળાને કારણે આ ફિલ્મરિલીઝ થઇ શકી ના હતી. હવે આ ફિલ્મ 4 જૂન 2021 ના ​​રોજ રીલિઝ થશે. આ ફિલ્મ વર્લ્ડ કપના વિજેતા પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની બાયોપિક છે, જેમાં રણવીર સિંહ મુખ્ય કપિલ દેવની ભૂમિકામાં છે. તો દીપિકા તેની પત્નીના રોલમાં જોવા મળશે. આ સિવાય શાહરૂખ ખાન સાથે દીપિકા પઠાણમાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. રણવીર સિંહ રોહિત શેટ્ટી દિગ્દર્શિત સૂર્યવંશીમાં જોવા મળશે.