Birthday Special : રકુલ પ્રીત સિંહ પહેલાથી બનવા માંગતી હતી એક્ટ્રેસ, કરાટેમાં પણ છે બ્લુ બેલ્ટ

રકુલ જે રીતે અભિનયમાં તેજસ્વી છે, તેવી જ રીતે રમતગમતમાં પણ તેનો કોઈ જવાબ નથી. તે રાષ્ટ્રીય કક્ષાની ગોલ્ફ ખેલાડી છે. આ સિવાય તે લોન ટેનિસ પણ રમી ચૂકી છે. જો અહેવાલોની માનીએ તો રકુલ કરાટેમાં બ્લુ બેલ્ટ ધરાવે છે.

Birthday Special : રકુલ પ્રીત સિંહ પહેલાથી બનવા માંગતી હતી એક્ટ્રેસ, કરાટેમાં પણ છે બ્લુ બેલ્ટ
Rakul Preet Singh always wanted to be an actress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 9:47 AM

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પોતાની અભિનયથી દરેકનું દિલ જીતી રહી છે. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવ્યા બાદ રકુલે બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને હવે તે મેકર્સની પહેલી પસંદ બની ગઈ છે. રકુલ પાસે અત્યારે પ્રોજેક્ટ્સની લાઇન છે. રકુલ આજે 31 મો જન્મદિવસ ઉજવી રહી છે.

રકુલનો જન્મ 10 ઓક્ટોબર 1990 ના રોજ દિલ્હીમાં થયો હતો. તે પંજાબી પરિવારમાંથી છે. તેણે પોતાનો અભ્યાસ દિલ્હીથી જ કર્યો હતો. રકુલ શરૂઆતથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. તેણે કોલેજ દરમિયાન જ મોડેલિંગ શરૂ કર્યું.

રકુલે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કન્નડ ફિલ્મ ગિલીથી કરી હતી. રકુલે કહ્યું હતું કે તેણે વધારાની પોકેટ મની માટે આ ફિલ્મ સાઇન કરી હતી પરંતુ તેને ખબર નહોતી કે આ ફિલ્મ આટલા મોટા સ્તરની હશે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

રકુલે વર્ષ 2011 માં ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તે પાંચમા સ્થાને રહી હતી. તેણે મિસ ઇન્ડિયા બાદ જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે યારિયાં ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મમાં તે હિમાંશ કોહલીની સામે જોવા મળી હતી.

રકુલ યારિયાં પછી, તે દે દે પ્યાર દે, સરદાર કા ગ્રેન્સડન, મરજાવાન અને શિમલા મિર્ચ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. તેની પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ્સ છે. તે અમિતાભ બચ્ચન અને અજય દેવગણ સાથે મે ડેમાં જોવા મળશે. આ સિવાય તે પૂજા પ્રોડક્શનની ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે.

રકુલ જે રીતે અભિનયમાં તેજસ્વી છે, તેવી જ રીતે રમતગમતમાં પણ તેનો કોઈ જવાબ નથી. તે રાષ્ટ્રીય કક્ષાની ગોલ્ફ ખેલાડી છે. આ સિવાય તે લોન ટેનિસ પણ રમી ચૂકી છે. જો અહેવાલોની માનીએ તો રકુલ કરાટેમાં બ્લુ બેલ્ટ ધરાવે છે.

આ પણ વાંચો –

IPL 2021, DC vs CSK, 1st Qualifer, Live Streaming: જાણો દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેની આજની મેચ ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

આ પણ વાંચો –

Made In China કાર ભારતીય રોડ ઉપર દોડશે નહિ! જાણો ચીનને ફટકો આપવાના બદલામાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ TESLA ને આપી શું ઓફર?

આ પણ વાંચો –

Lakhimpur Kheri Violence: ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીના લખીમપુર ખેરી પ્રવાસને ‘રાજકીય પ્રવાસન’ ગણાવી કહ્યું, તેમના મનમાં કોઈ સહાનુભૂતિ નથી

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">