Birthday Special: 16 વર્ષની ઉંમરે કાજોલે સ્ક્રીન પર કરી હતી એન્ટ્રી, ક્યારે અને કેમ પહેરે છે અભિનેત્રી આ ખાસ રિંગ ?

બોલિવૂડ અભિનેત્રી કાજોલ પોતાનાથી મોટી સ્ટાર્સને પાછળ છોડી ગઈ છે. 5 ઓગસ્ટ, 1974 ના રોજ જન્મેલી કાજોલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કાજોલ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો ...

Birthday Special: 16 વર્ષની ઉંમરે કાજોલે સ્ક્રીન પર કરી હતી એન્ટ્રી, ક્યારે અને કેમ પહેરે છે અભિનેત્રી આ ખાસ રિંગ ?
Kajol
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 7:03 PM

બોલિવૂડ અભિનેત્રી કાજોલને તેમના ચાહકો અભૂતપૂર્વ અભિનય અને ઝિંદાદિલી માટે જાણે છે. કાજોલ હંમેશા હસતી જોવા મળે છે. અભિનેત્રીએ પોતાની એક્ટિંગથી ન જાણે કેટલી વખત બધાને દીવાના કરી ચુકી છે. આજે એટલે કે 5 ઓગસ્ટે કાજોલ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. કાજોલે પોતાની કારકિર્દીમાં ચાહકો સામે તમામ પ્રકારની ફિલ્મો રજૂ કરી છે.

શાનદાર અભિનયને કારણે, કાજોલને વર્ષ 2011 માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ થી પણ સન્માનિત કરવામાં આવી હતી. કાજોલ એક એવી અભિનેત્રી છે જેમણે અત્યાર સુધી 6 ફિલ્મફેર એવોર્ડ મુખ્ય ભૂમિકા માટે જીત્યા છે. આવી સ્થિતિમાં, કાજોલના જન્મદિવસ પર જાણીએ તેમના વિશે કેટલીક વધુ રસપ્રદ વાતો.

કેમ આવ્યા અભિનયમાં

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

બોલિવૂડ અભિનેત્રી કાજોલનો જન્મ 5 ઓગસ્ટ, 1974 ના રોજ મુંબઈમાં થયો હતો. કાજોલની માતા તનુજા એક પ્રખ્યાત અભિનેત્રી હતી, તેથી અભિનય પહેલેથી જ તેમની નસોમાં હતો. કાજોલનું સ્કૂલિંગ પંચગનીની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં થયું હતું. કાજોલને શરૂઆતથી જ ડાન્સનો ખૂબ શોખ હતો. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે અભ્યાસ ટાળવા માટે અભિનેત્રીએ હિન્દી સિનેમામાં કારકિર્દી બનાવવાની દિશામાં પગલું ભર્યું હતું.

નાની ઉંમરે કારકિર્દીની શરૂઆત

સિંપલ દેખાતી કાજોલે હિન્દી ફિલ્મોની સફર ‘બેખુદી’ ફિલ્મથી શરૂ કરી હતી. જ્યારે કાજોલે સિનેમામાં પદાર્પણ કર્યું ત્યારે તે માત્ર 16 વર્ષની હતી. જોકે, કાજોલને આ ફિલ્મથી કોઈ ખાસ સફળતા મળી નહોતી. આ ફિલ્મ પછી કાજોલને ફિલ્મ ‘બાઝીગર’ માં અભિનય કરવાની તક મળી, જેમાં તે શાહરૂખ ખાનની સામે જોવા મળી. આ ફિલ્મે કાજોલને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

અજયથી શરુ થયો ઇશ્ક

લાખો દિલો પર રાજ કરનાર કાજોલનું દિલ સુપરસ્ટાર અજય દેવગણ પર આવી ગયું હતું. અજય સાથે કાજોલની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગુંડારાજ’ ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં બંને મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મથી બંને સારા મિત્રો બન્યા. પછી બંનેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ. કાજોલે 24 ફેબ્રુઆરી 1999 ના રોજ અજય સાથે લગ્ન કર્યા, તેમને પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે.

શાહરુખ સાથે જોડી

કાજોલની શાહરુખ સાથે એવી જોડી છે, જે દરેકને ગમે છે. ચાહકો આ બે સ્ટાર્સને સાથે જોવાનું પસંદ છે. આ જોડીએ બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય આપ્યો છે. ‘બાઝીગર’ થી ‘કરણ અર્જુન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઈઝ ખાન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

આ વસ્તુનો છે શોખ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાજોલને કવિતાઓ લખવાનો અને સાઇન્સ પર આધારિત ડરામણી નોબેલ વાંચવાનો ખૂબ શોખ છે. જ્યારે તેમને કામ દરમિયાન સમય મળે છે ત્યારે તે ઘણીવાર કંઈકને કંઈક વાંચતી રહે છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે કાજોલ પાસે ‘ઓમ’ લખેલી હીરાની વીંટી છે, જે તે હંમેશા પહેરે છે. આ વીંટી પતિ અજયે કાજોલને ફિલ્મ ‘ઈશ્ક’ ના સેટ પર સગાઈની વીંટી તરીકે પહેરાવી હતી.

આ પણ વાંચો :- શાહરુખ ખાન સાથે રાજકુમાર હિરાનીની ફિલ્મમાં નહી જોવા મળે Kajol, અભિનેત્રીએ જણાવ્યું કારણ

આ પણ વાંચો :- New Pics : લદ્દાખ બાદ હવે શ્રીનગર પહોંચી ‘Lal Singh Chaddha’ ની ટીમ, તસ્વીરમાં જુઓ આમિર ખાન અને નાગા ચૈતન્યનો નવો અંદાજ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">