Bhoot Police: Jacqueline Fernandez નો ફિલ્મનો ફર્સ્ટ લુક થયો રિલીઝ, શું ભૂતોની લગાવશે ક્લાસ?

જેકલીન ફર્નાન્ડીસ (Jacqueline fernandez) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ચાહકોને તેમના પ્રોફેશનલ લાઈફ વિશેની માહિતી આપતી રહે છે. તેમણે આજે ભૂત પુલિસનું પોતાનું પોસ્ટર શેર કર્યું છે.

Bhoot Police: Jacqueline Fernandez નો ફિલ્મનો ફર્સ્ટ લુક થયો રિલીઝ, શું ભૂતોની લગાવશે ક્લાસ?
Jacqueline Fernandez
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 5:58 PM

Bhoot Police: હોરર કોમેડી ફિલ્મ ભૂત પુલિસ (Bhoot Police) ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન (Saif Ali Khan), અર્જુન કપૂર (Arjun Kapoor), યામી ગૌતમ (Yami Gautam) અને જેકલીન ફર્નાન્ડીસ (Jacqueline Fernandez) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તાજેતરમાં જ ફિલ્મનો સૈફ અને અર્જુનનો પહેલો લુક રિલીઝ થયો હતો. હવે જેકલીન ફર્નાન્ડીસનો પહેલો લુક ચાહકોની સામે આવી ગયો છે.

જેક્લીને સોશ્યલ મીડિયા પર ભૂત પુલિસનું પોતાનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતી વખતે તેમણે લખ્યું – લાતો કે ભૂત બાતો સે નહી માનતે. મળો શાનદાર કનિકાને ભૂત પોલીસમાં. આ પોસ્ટરમાં જેક્લીન બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. તેમણે હાથમાં હન્ટર પકડ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જેક્લિનના ફેન્સને તેમનો આ લુક ખૂબ પસંદ આવી રહ્યો છે. તેમણે જેક્લીનની પોસ્ટ પર કમેન્ટ કરી છે. એક યૂઝરે કમેન્ટ કરી – આ પોસ્ટર પછી, હું ભૂત પુલિસ જોવા માટે વધુ ઉત્સાહિત થઈ ગયો છું. તે જ સમયે, અન્ય યૂઝરે ફાયર ઇમોજી પોસ્ટ કરી. જેક્લીનના પોસ્ટરને લગભગ 4 લાખ લોકો લાઈક કરી ચુક્યા છે.

રિલીઝની તારીખ જાહેર કરાઈ નથી

ભૂત પુલિસ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે તેની માહિતી તો ચાહકોને જાહેરાત કરીને આપવામાં આવી છે, પરંતુ આ ફિલ્મ ક્યા દિવસે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે, તે અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. ચાહકો ભૂત પુલિસની રિલીઝની તારીખ જાણવા આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

ભૂત પુલિસનું નિર્દેશન પવન કૃપલાનીએ કર્યું છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું નામ વિભૂતિ અને અર્જુન કપૂરનું નામ ચિરૌન્જી હશે. હવે યામી ગૌતમનો પહેલો લુક જાહેર થવાની રાહમાં છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જેક્લીન ફર્નાન્ડિસ છેલ્લે ફિલ્મ ડ્રાઇવમાં જોવા મળી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ સમયે જેકલીન પાસે ફિલ્મોની લાઇન છે. ભૂત પુલિસ ઉપરાંત તે રણવીર સિંહ સાથે સર્કસ, જોન અબ્રાહમ સાથે અટૈક, અક્ષય કુમાર સાથે રામ સેતુ અને બચ્ચન પાંડેમાં જોવા મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">