જર્સીના રિલીઝ પહેલા શાહિદ કપૂરે ખરીદી લીધી નવી લક્ઝરી કાર, જાણો કેટલી છે કિંમત અને જુઓ તેનો સ્વેગ

શાહિદના ગેરેજને શોભાવતી આ કારની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે. જે હાલમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે અને ઘણા ઓછા લોકો છે જેમની પાસે આ વાહન છે. આ લક્ઝુરિયસ વાહનના ફીચર્સ અને લુક એકદમ આકર્ષક છે.

જર્સીના રિલીઝ પહેલા શાહિદ કપૂરે ખરીદી લીધી નવી લક્ઝરી કાર, જાણો કેટલી છે કિંમત અને જુઓ તેનો સ્વેગ
Shahid Kapoor new car
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Apr 03, 2022 | 3:42 PM

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor) પોતાનું અંગત જીવન ખૂબ જ લક્ઝરી રીતે જીવે છે. તેની પાસે ઘણા મોંઘા વાહનો છે, પરંતુ હવે તેના ગેરેજમાં બીજી ફેન્સી કાર (New Car) આવી છે. જેની જાણકારી ખુદ શાહિદ કપૂરે પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેયર કરી છે. શાહિદના આ શાહી વાહનને જોઈને તેના ફેન્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. શાહિદ કપૂરની ફિલ્મ જર્સી (Jersey Release date) 14 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. જેના પ્રમોશનમાં શાહિદ દિવસ-રાત વ્યસ્ત છે.

વીડિયો શેયર કરીને બતાવેલી કારની એક ઝલક

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)

શાહિદ કપૂર અવાર-નવાર પોતાના જીવન સાથે જોડાયેલી ખાસ ઝલક સોશિયલ મીડિયા પર શેયર કરે છે. આવી સ્થિતિમાં જ્યારે શાહિદે સુપર લક્ઝરી કાર Mercedes Maybach S580 ખરીદી. શાહિદ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે શાહિદ કપૂર કારની સામે ઉભો છે અને તે પછી તે અચાનક કૂદીને કારની અંદર બેસી જાય છે અને પછી કાર ચલાવે છે. શાહિદે કારની આ રીલ મુંબઈના જુહુ સ્થિત JW મેરિયટ હોટલના ગેટની અંદર બનાવી છે.

આ વીડિયોને શેયર કરતાં શાહિદ કપૂરે એક કેપ્શન પણ લખ્યું છે કે ‘Falling back bach’… માત્ર તેના ચાહકો જ નહીં, પરંતુ ઘણી સેલિબ્રિટીઓ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

કરોડોમાં છે કારની કિંમત

જો રિપોર્ટ્સનું માનીએ તો શાહિદના ગેરેજને શોભાવતી આ કારની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે. જે હાલમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે અને ઘણા ઓછા લોકો છે જેમની પાસે આ વાહન છે. આ લક્ઝુરિયસ વાહનના ફીચર્સ અને લુક એકદમ આકર્ષક છે. બીજી તરફ જો શાહિદ કપૂરના કામની વાત કરીએ તો શાહિદની ફિલ્મ જર્સી રિલીઝ થવાની તૈયારીમાં છે. જેના પ્રમોશનમાં આ એક્ટર ખૂબ જ વ્યસ્ત છે.

આ ફિલ્મમાં તેની સાથે મૃણાલ ઠાકુર મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2019ની તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. ફિલ્મ જર્સી એક ક્રિકેટ ખેલાડી પર આધારિત છે. જેના ગુસ્સાને કારણે તેનું કરિયર બરબાદ થઈ જાય છે, પરંતુ બાદમાં જ્યારે તે જુએ છે કે તેના બાળકને પણ ક્રિકેટમાં રસ છે તો તે ફરીથી મેદાનમાં પાછો ફરે છે.

જર્સીની ફીમાં ઘટાડો

રિપોર્ટ અનુસાર, શાહિદ કપૂરે શરૂઆતમાં ફિલ્મ જર્સી માટે 31 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ છેલ્લી ઘડીએ ઓમિક્રોનના કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો હતો. આ કારણે શાહિદે ફીમાં પણ ઘટાડો કર્યો હતો.

આ પણ વાંચો: Shahid Kapoor: ‘યે કામ બેહદ મુશ્કેલ’, શાહિદ કપૂરે ‘અર્જુન રેડ્ડી’ રિમેકમાં કર્યું કામ, હવે ‘કબીર સિંહ’ અભિનેતાએ રિમેકના ટ્રેન્ડ પર કરી વાત

આ પણ વાંચો: સાઉથની આ સુપરસ્ટાર અભિનેત્રી સાથે કામ કરવા માંગે છે Shahid Kapoor, અભિનયનાં છે દિવાના


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati