કાર્તિક આર્યનની નવી ઈનિંગ શરૂ, આ ફિલ્મમાં એક્ટિંગ સાથે નિર્માતા તરીકે કરશે કામ

કાર્તિક આર્યન (Kartik Aaryan) તેની અપકમિંગ ફિલ્મ 'શહેજાદા'માં એક નવા પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ એક્ટરની સાથે સાથે ફિલ્મ નિર્માતા તરીકે પણ જોવા મળી શકે છે. કાર્તિકની ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

કાર્તિક આર્યનની નવી ઈનિંગ શરૂ, આ ફિલ્મમાં એક્ટિંગ સાથે નિર્માતા તરીકે કરશે કામ
Kartik AaryanImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 4:01 PM

ગયા વર્ષે કાર્તિક આર્યને તેની શાનદાર એક્ટિંગ અને અનોખા અંદાજથી લોકોના દિલ જીત્યા છે. ફિલ્મમાં તેને ‘રૂહ બાબા’થી લઈને ખતરનાક ડેન્ટિસ્ટ ‘ફ્રેડી’, કાર્તિકે આ બંને પાત્રો સાથે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું, જેના કારણે તેનું પાછલું વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું. આવી પરિસ્થિતિનમાં એક્ટર હવે તેના 2023ને બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહેજાદા’ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થવા માટે તૈયાર છે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ તેની સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો પણ સામે આવી રહ્યા છે. જ્યારે ફિલ્મના ટ્રેલર વિશે પહેલાથી જ જાણકારી મળી ચુકી છે, ત્યારે હવે ‘શહેજાદા’ સાથે જોડાયેલી વધુ એક મોટી અપડેટ સામે આવી રહી છે.

કાર્તિક આર્યન ફરી એકવાર કૃતિ સેનન સાથે ‘શહેજાદા’માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની સંભાવના છે. જ્યારે ફેન્સ ફિલ્મમાં કાર્તિકને એક્શન અવતારમાં જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે એક રિપોર્ટ મુજબ, એક્ટર હવે પોતાની નવી ઈનિંગ થરૂ કરતો જોવા મળશે. આ વાતનો ખુલાસો કરતાં કાર્તિકની નજીકના એક સૂત્રએ કહ્યું છે કે, ‘આ પહેલો પ્લાન ન હતો. કાર્તિક પ્રોડ્યુસર બનવા માટે ઘણો નાનો છે. કાર્તિકે હાલમાં જ એક એક્ટર તરીકે તેના કરિયરની શરૂઆત કરી છે. પરંતુ કંઈક એવું બન્યું હતું, જેના કારણે કાર્તિકે આ પગલું લીધું. શહેજાદાએ નાણાકીય કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને જો તે સમયે કોઈ આગળ ન આવ્યું હોત, તો ફિલ્મ બંધ થઈ ગઈ હોત.

કાર્તિક આર્યન બન્યો કો-પ્રોડ્યુસર

સૂત્રએ વધુમાં કહ્યું હતું કે જ્યારે ‘શહેજાદા’ પર મુશ્કેલી વધી રહી હતી ત્યારે કાર્તિક આર્યન ફિલ્મ બચાવવા માટે આગળ આવ્યો હતો. તેને કહ્યું, ‘કાર્તિકે તેની ફી ન લેવાની ઓફર કરી હતી. પછી અન્ય નિર્માતાઓએ તેમને નિર્માતા તરીકે ફિલ્મમાં જોડાવા માટે ઓફર કરી, જે તેમને યોગ્ય લાગ્યું. કાર્તિક આર્યન ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ અને અમન ગિલ સાથે ‘શેહજાદા’ સહ-નિર્માતા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ દિવસે રિલીઝ થશે કાર્તિકની ફિલ્મ શહેજાદા

કાર્તિક આર્યનના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો ‘શહેજાદા’ સિવાય, એક્ટર ‘આશિકી 3’ અને ‘સત્યપ્રેમ કી કથા’ તેમજ કબીર ખાનની અપકમિંગ ફિલ્મમાં પણ જોવા મળશે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ‘શહેજાદા’ની વાત કરીએ તો કાર્તિકની ફિલ્મ વેલેન્ટાઈન ડેના થોડા દિવસો પહેલા 10 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ તેના ટ્રેલરને મોટા પાયે લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">