એક્ટર શાહરૂખ ખાનના (Shah Rukh Khan) બંને બાળકો એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સુહાના ટૂંક સમયમાં ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે, ત્યારબાદ આર્યન ખાન (Aaryan Khan) તેની નવી વેબ સિરીઝ પર કામ કરી રહ્યો છે. રવિવારે 9 ઓક્ટોબરે બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્યન, સુહાના (Suhana Khan) અને તેમનો કઝિન વેકેશન પર જઈ રહ્યા છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેઓ પોતાની કારમાંથી નીચે ઉતરતા જોવા મળ્યા હતા. કારમાંથી ઉતરીને એરપોર્ટની અંદર જતા રહ્યા.
આર્યનના ફેસ પર માસ્ક લગાવેલું હતું. તેને ગ્રે કલરની ફુલ સ્લીવ ટીશર્ટ પહેરી હતી. તો આ ટી-શર્ટ સાથે તેણે કાળા રંગનું કાર્ગો પેન્ટ અને સફેદ રંગના શૂઝ પહેર્યા હતા. તો સુહાનાએ સફેદ લૂઝ ટ્રાઉઝર પહેર્યું હતું. તેણીએ આ ટ્રાઉઝરને ક્રોપ ટોપ અને ક્રોપ જેકેટ સાથે કૈરી કર્યું હતું. ભાઈ આર્યનની જેમ સુહાનાએ પણ સફેદ રંગના શૂઝ પહેર્યા હતા. તેના હાથમાં લેડીઝ પર્સ હતું. સુહાના એરપોર્ટ પર હાજર કેમેરા જોઈને હસતી જોવા મળી હતી.
View this post on Instagram
આર્યન ખાને પોતાની બેગ અને ગિટાર સાથે બહેન સુહાનાનો સામાન પણ કૈરી કર્યો હતો. સામાન્ય રીતે એકટર્સ તેમનો સામાન તેમના સ્ટાફને આપે છે, જેઓ એકટર્સ સાથે ટ્રાવેલ કરે છે. પરંતુ આર્યન પોતાનો અને તેની બહેનનો સામાન લઈને જતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ આ કારણે તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
એરપોર્ટની અંદર જતાં બંનેને સિક્યોરિટીએ રોક્યા હતા. કોઈ પણ જાતની તકલીફ વગર બંને પોતાની ટિકિટ અને આઈડેંટિટી કાર્ડ બતાવીને પ્રવેશ્યા. સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ‘આર્ચીઝ’થી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અગસ્ત્ય નંદા અને ખુશી કપૂર પણ જોવા મળશે. પરંતુ આર્યન ખાન હાલમાં કેમેરા પાછળ કામ કરવા માંગે છે. આ માટે તે એક વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે. આ સિરીઝનો કોન્સેપ્ટ આર્યનનો છે.