Anushka Sharmaએ પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકાની એક સુંદર તસ્વીર શેર કરી, ચાહકોએ કહ્યું – સૌથી સુંદર તસ્વીર

અનુષ્કા શર્મા (Anushka Sharma)એ શેર કરેલી તસ્વીરમાં વિરાટ કોહલી (Virat Kohli) હસતા હોય છે અને દૂરથી તેમની પુત્રી વામિકાને જોઈ રહ્યા છે. આ વખતે પણ વામિકાનો ચહેરો જોવાની ચાહકોની ઈચ્છા અધૂરી રહેશે.

Anushka Sharmaએ પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકાની એક સુંદર તસ્વીર શેર કરી, ચાહકોએ કહ્યું - સૌથી સુંદર તસ્વીર
Anushka Sharma, Virat Kohli, Vamika
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 11:26 PM

અનુષ્કા શર્મા (Anushka Sharma) ફિલ્મોમાં ગમે તેટલી વ્યસ્ત હોય, તે ક્રિકેટ દરમિયાન પતિ વિરાટ કોહલી (Virat Kohli)ને સપોર્ટ કરવા માટે ચોક્કસપણે હાજર રહે છે. તે હાલમાં તેમના પતિ એટલે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે દુબઈમાં છે. ટૂંક સમયમાં ક્રિકેટ ટી 20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે, જેના માટે અનુષ્કા પણ ત્યાં હાજર છે. આ દરમિયાન અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર વિરાટ અને તેની લાડલી દીકરી વામિકાની એક સુંદર તસ્વીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પુત્રી વામિકાની દેખાઈ સુંદર શૈલી

જ્યારથી અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો છે, ત્યારથી તેમના ચાહકો હવે તેમની પુત્રીની એક ઝલક મેળવવા માટે આતુર છે. અનુષ્કાએ તેમની દીકરીની તસ્વીર શેર કરીને તેમના ચાહકોની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જે તસ્વીર શેર કરી છે તેમાં વિરાટ કોહલી હસતા હસતા પોતાની દીકરી વામિકાને દૂરથી જોઈ રહ્યા છે. આ વખતે પણ વામિકાનો ચહેરો જોવાની ચાહકોની ઈચ્છા અધૂરી રહેશે. અનુષ્કાએ એવી તસ્વીર લીધી છે કે વામિકાની હાજરી દેખાય છે પણ તેનો ચહેરો દેખાતો નથી. આ તસ્વીર પાછળથી લેવામાં આવી હતી.

ઘણી હસ્તીઓએ કરી છે કમેન્ટ

તસ્વીર પોસ્ટ કરતી વખતે અભિનેત્રીએ જે કેપ્શન લખ્યું છે તે તો વધુ પ્રેમાળ છે. તેમણે લખ્યું, “મારું આખું હૃદય એક ફ્રેમમાં.” અનુષ્કા અને વિરાટને ક્રિકેટના તાજેતરના નિયમો અનુસાર વધારે બાયો બબલમાં પસાર થવું પડે છે. આ દરમિયાન તે તેમના ચાહકો સાથે તેમના જીવન અને પરિવારની સુંદર તસ્વીરો શેર કરતી રહે છે. આ પોસ્ટ્સ પર ઘણી હસ્તીઓએ કમેન્ટ કરી છે. કેટલાક આ ફોટો પર હાર્ટ ઇમોજી લગાવી રહ્યા છે જ્યારે કેટલાક તેને ક્યૂટેસ્ટ તસ્વીર કહી રહ્યા છે.

આ પહેલા પણ અનુષ્કાએ અષ્ટમીની શુભેચ્છા પાઠવતો વામિકા સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે પોતાની પુત્રીને દેવીનું રુપ બતાવ્યું હતું. તસ્વીરમાં તે હસતી જોવા મળી હતી. આ વખતે પણ વામિકાનો ચહેરો જોઈ શકાયો ન હતા કારણ કે ચિત્ર પણ પાછળથી ખેંચવામાં આવ્યું હતું. હાલમાં અનુષ્કા અને વિરાટ દુબઈમાં છે. જ્યારે વિરાટ ટી-20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યા છે, ત્યારે અનુષ્કા પોતાના પતિના સૌથી ખાસ ટુર્નામેન્ટમાં તેમને ટેકો આપવા માટે તેમની સાથે છે.

આ પણ વાંચો:- IMDB Rating: વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ છવાઈ દરેક જગ્યાએ, અભિનેતાએ કંઈક આ રીતે કહ્યો આભાર

આ પણ વાંચો:- Neena Gupta બાળપણમાં બની હતી શોષણનો શિકાર, આ કારણે નહોતું કહ્યું માતાને

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">