એનિમલ એક્ટરે સુસાઈડ કરી રહેલી યુવતીનો જીવ બચાવ્યો, વાયરલ થયો વીડિયો
ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મ એનિમલ માટે બેસ્ટ સ્ટાર્સની પસંદગી કરી હતી. રણબીર કપૂરે પોતાના કામથી બધાનું દિલ જીતી લીધું હતું. બાકીના કલાકારોએ પણ ડાયરેક્ટરને બિલકુલ નિરાશ કર્યા નથી. રણબીરના ભાઈના રોલમાં જોવા મળેલ મનજોત સિંહ હાલ ચર્ચામાં છે.

રણબીર કપૂરની ફિલ્મ એનિમલની ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ ફિલ્મના દરેક પાત્રને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ફિલ્મ રણબીરના ભાઈઓએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલમાં જોવા મળેલા એક્ટર મનજોત સિંહ હાલમાં ચર્ચામાં છે. તેને એનિમલથી ઘણો ફેમ મળ્યો. પરંતુ તે રિયલ લાઈફ હીરો તરીકે બધાની સામે આવ્યો છે. એક્ટરે એક છોકરીનો જીવ બચાવ્યો છે.
મનજોત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે તે એક્ટરના વખાણ કરતા થાકતા નથી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી સુસાઈડ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. તેની આસપાસ ઘણા લોકો હાજર છે. પરંતુ મનજોત હિંમત બતાવે છે અને સાવધાની સાથે છોકરી તરફ આગળ વધે છે અને તે કૂદી પડે તે પહેલા તેને બચાવી લે છે.
View this post on Instagram
આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને માત્ર ફિલ્મી હીરો જ નહીં, પરંતુ રિયલ લાઈફનો હીરો પણ કહી રહ્યા છે. પરંતુ આ વીડિયો વર્ષ 2019નો છે અને તેનો ખુલાસો પણ એક્ટરે જ કર્યો છે. આ વીડિયો મનજોતે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ સાથે કેપ્શન દ્વારા તે સમયની સીચ્યુએશન વિશે પણ લખ્યું છે. એક્ટર લખે છે કે, 2019 માં એવું બન્યું કે એક છોકરી આત્મહત્યા કરી રહી હતી અને ભગવાનની કૃપાથી હું તેને બચાવી શક્યો, હું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતો. આપણે બધા સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ “ક્યારેક-ક્યારેક જીવવું એ હિંમતનું કાર્ય છે.”
તમને જણાવી દઈએ કે રણબીર કપૂરની એનિમલમાં મનજોત સિંહને તેના ભાઈનો રોલ કરવાનો મળ્યો હતો. તેના સાઈડ રોલમાં પણ એક્ટરે પોતાના કામથી બધાનું દિલ જીતી લીધું હતું. હાલમાં તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેનો વાયરલ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: એક્ટિંગ સ્કૂલમાંથી શીખ્યો ડાન્સ, પ્રિયંકા ચોપરાનો આ લુક જોઈને ફેન્સે આપ્યો ‘રિયલ સ્ટાર’ ટેગ
