Anil Kapoorએ અરબાઝ ખાનના શોમાં જણાવ્યું પોતાની યુવાનીનું રહસ્ય, ટ્રોલર્સને આપ્યો યોગ્ય જવાબ

આ વખતે અરબાઝ ખાનના શો પિંચ સીઝન 2માં બોલિવૂડના બહેતરીન અભિનેતા અનિલ કપૂર આવવાના છે. અનિલ કપૂર ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતા જોવા મળશે.

Anil Kapoorએ અરબાઝ ખાનના શોમાં જણાવ્યું પોતાની યુવાનીનું રહસ્ય, ટ્રોલર્સને આપ્યો યોગ્ય જવાબ
Anil Kapoo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 8:34 PM

અરબાઝ ખાન (Arbaaz Khan) તેમનો શો પિંચ સિઝન 2 (Pinch Season 2) સાથે પાછા ફર્યા છે. આ શોમાં અરબાઝ બોલિવૂડ સેલેબ્સ સાથે ઓનલાઈન ટ્રોલિંગ વિશે વાત કરે છે તેમજ તેમની પોસ્ટ્સ પરની કમેન્ટ વિશે તેમની સાથે વાત કરે છે. બોલિવૂડના જક્કાસ અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor) આ અઠવાડિયે અરબાઝ ખાનના શોમાં દેખાવા જઈ રહ્યા છે.

પિંચ સીઝન 2નો નવો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તે ટ્રોલર્સને યોગ્ય જવાબ આપતા જોવા મળે છે. વીડિયોમાં અનિલ કપૂર બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે બ્લેક શેડ્સ પહેર્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ખોલ્યું યુવાનીનું રહસ્ય

પ્રોમોમાં અરબાઝ ખાન કહે છે કે સર એક ચાહકે પ્રશ્ન પૂછ્યો છે કે અનિલ કપૂરની જવાનીનું રહસ્ય શું છે. આ સવાલના જવાબમાં અનિલ કપૂર કહે છે કે તે એક બોલીવુડ ગીત છે, ના – બહુત દિયા દેને વાલે તુઝ્કો, આંચલ હી ના સમાયા કો ક્યા કીજે.

અનિલ કપૂર આગળ કહે છે કે જ્યારે ક્લોઝ અપ શોટ આવે છે ત્યારે તે થોડા નર્વસ થઈ જાય છે. કારણ કે પ્રેક્ષકોએ મને જોવા માટે ચૂકવણી કરી છે, જો તેઓ મારા થાકેલા અવતારને ક્લોઝ અપ શોટમાં જોશે તો તે તેમની સાથે ચીટિંગ થશે.

પિતા અને પુત્રી પર કરી કમેન્ટ

અરબાઝ ખાને કહ્યું કે એક ટ્રોલરે લખ્યું કે પિતા અને પુત્રી શેમલેસ છે. તે પૈસા માટે કંઈ પણ કરી શકે છે. આ અંગે અનિલ કપૂરે કહ્યું કે જો તેણે આવી કમેન્ટ કરી છે તો તે કદાચ ખરાબ મૂડમાં હતા અથવા દુ:ખી હતા.

અરબાઝ ખાને શેર કરી પોસ્ટ

અરબાઝ ખાને શોનો પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પ્રોમો શેર કરતી વખતે તેમણે લખ્યું – અમારો આગામી એપિસોડ જક્કાસ બનવાનો છે. મળો પ્રતિષ્ઠિત અનિલ કપૂરને જે દરેકને તેમના ઘણા રહસ્યો જણાવશે. સાથે તેમની યુવાની, બાળ દિવસ અને અન્ય ઘણી વસ્તુઓ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનિલ કપૂર છેલ્લે અનુરાગ કશ્યપની સામે ફિલ્મ AK Vs AKમાં જોવા મળ્યા હતા. હવે તે જલ્દી જ વરુણ ધવન, કિયારા અડવાણી અને નીતુ કપૂર સાથે જુગ જુગ જિયોમાં જોવા મળશે. આ ફિલ્મનો અમુક ભાગ ચંદીગઢમાં શૂટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- Reliance Entertainment અને T-Series વચ્ચે થઈ ધમાકેદાર ડીલ, ચાહકોને જોવા મળશે આવી ખાસ ફિલ્મો

આ પણ વાંચો :- Akshay Kumarની માતાના નિધન બાદ પીએમ મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">