ફેન્સને મળવા બહાર આવ્યા અમિતાભ બચ્ચન, હાથ જોડીને કહ્યું ‘આભાર’

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Kunjan Shukal

Updated on: Oct 11, 2022 | 10:51 PM

બોલિવૂડના મેગાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આજે તેમનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ ખાસ અવસર પર તેમને બધા જ કલાકારો અને નેતાઓ શુભેચ્છાઓ મળી રહી છે.

ફેન્સને મળવા બહાર આવ્યા અમિતાભ બચ્ચન, હાથ જોડીને કહ્યું 'આભાર'
amitabh bachchan

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આજે તેમનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બિગ બી (Big B) તેમના ફેન્સને મળવા માટે તેમના ઘર જલસાથી બહાર આવ્યા હતા. દર વર્ષે, મેગાસ્ટાર તેમના ફેન્સને તેમની શુભકામનાઓ માટે ‘આભાર’ કહીને શુભેચ્છા પાઠવે છે. આ વર્ષે પણ તેમને આવું જ કર્યું. અમિતાભ બચ્ચન તેમના ઘરના ગેટની પાછળના ટેબલ પર ઊભા રહીને ફેન્સનું અભિવાદન કર્યું. દર વર્ષે અમિતાભ બચ્ચનના ફેન્સ તેમના ઘરની બહાર તેમને શુભેચ્છા આપવા અને તેમના જન્મદિવસ પર બોલિવૂડ સુપરસ્ટારની એક ઝલક મેળવવા માટે એકઠા થાય છે.

અમિતાભ બચ્ચને ફેન્સને આપી સરપ્રાઈઝ

સાંજે જ નહીં, પરંતુ અડધી રાત્રે અમિતાભ બચ્ચને તેમના ફેન્સને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા બદલ તેમના ઘરની બહાર આવીને તેમના ફેન્સને હેરાન કરી દીધા હતા. આ વીડિયોમાં બિગ બી કેઝ્યુઅલ કપડાં પહેરેલા અને તેમના ફેન્સ સાથે હાથ મિલાવતા જોઈ શકીએ છીએ. બેકગ્રાઉન્ડમાં આપણે તેમની પુત્રી શ્વેતા બચ્ચન અને પૌત્રી નવ્યા નવેલી નંદાને જોઈ શકીએ છીએ. અમિતાભ બચ્ચને તેમનો 80મો જન્મદિવસ તેમના ફેન્સ માટે પણ યાદગાર બનાવ્યો હતો.

અહીં જુઓ અમિતાભ બચ્ચનના કેટલાક વીડિયો

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે તેમનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ ખાસ અવસર પર તેમને બધા જ કલાકારો અને નેતાઓ શુભેચ્છાઓ મળી રહી છે. તેના પુત્ર અભિષેક બચ્ચને પણ તેના પિતાને શુભેચ્છા પાઠવતો એક ઈમોશનલ વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં, આપણે અભિષેકને લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિના સેટ પર બિગ બીના જન્મદિવસની સેલિબ્રેટ કરતા જોઈ શકીયે છીએ.

વીડિયો શેયર કરતાં તેને લખ્યું, “તેને યોગ્ય બનાવવા માટે ઘણી સેક્રેસી, ઘણું આયોજન, ઘણી મહેનત અને ઘણાં રિહર્સલની જરૂર પડી. પરંતુ પછી, પિતાને સરપ્રાઈઝ થયું અને તેમનો 80મો જન્મદિવસ તે સ્થાન પર ઉજવવામાં આવ્યો જ્યાં તેઓ સૌથી વધુ પ્રેમ કરે છે અને તે તેમનો સેટ છે. સોની અને કૌન બનેગા કરોડપતિની આખી ટીમનો હું આમાં મદદ કરવા માટે અને આજની રાતના એપિસોડને મારા પિતા માટે ખાસ બનાવવા માટે આભાર માનું છું. જો શક્ય હોય તો KBC 11મી ઓક્ટોબર રાત્રે 9 વાગે માત્ર સોની ટીવી પર.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati