રણવીર-આલિયાની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને રાજકુમાર રાવની ફિલ્મ ‘ભીડ’ આ દિવસે થશે રિલીઝ

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 8:52 PM

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની (Alia bhatt) રોમેન્ટિક ફિલ્મ રોકી ઔર રાનીની નવી રિલીઝ ડેટ સામે આવી છે. ત્રીજી વખત આ ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. આ સિવાય અનુભવ સિન્હાની ફિલ્મ ભીડને પણ નવી રિલીઝ ડેટ મળી ગઈ છે.

રણવીર-આલિયાની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' અને રાજકુમાર રાવની ફિલ્મ 'ભીડ' આ દિવસે થશે રિલીઝ
Alia-ranveer-bhumi
Image Credit source: Instagram

Bollywood Movies New Release Date: વર્ષ 2023માં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. પરંતુ કેટલીક ફિલ્મો એવી છે જેની રિલીઝ ડેટ હજુ પણ ફાઈનલ થઈ નથી. હવે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની મચ અવેટેડ ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરી જ જોઈ લો. આ ફિલ્મ દ્વારા ફેન્સને ફરી એકવાર રણવીર-આલિયાનો રોમાન્સ જોવા મળશે. જ્યાં એક તરફ આ ફિલ્મને લઈને ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે તો બીજી તરફ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી રહી નથી. આ સિવાય રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મની ભીડની હાલત પણ એવી જ છે.

ફિલ્મ નિર્માતા કરણ જોહરે ગુરુવારે કહ્યું હતું કે તેમની અપકમિંગ ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાની હવે 28 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મમેકરે ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી શેયર કરી છે. કરણ જોહરે લખ્યું છે કે, ધીરજનું ફળ મીઠું હોય છે, તેથી એક શાનદાર સ્ટોરીની મિઠાસ વધારવા માટે, અમે વધુ પ્રેમ સાથે આવી રહ્યા છીએ. રોકી અને રાનીનો પરિવાર તૈયાર થઈ રહ્યો છે અને હવે આ અનોખી પ્રેમ કહાની 28 જુલાઈ 2023ના રોજ થિયેટરમાં જુઓ. આલિયા ભટ્ટે પણ આ જાણકારી ફેન્સ સાથે શેયર કરી હતી.

પહેલા પણ બે વાર બદલાઈ હતી ડેટ

તમને જણાવી દઈએ કે ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મની રિલીઝ ડેટ પહેલા પણ બે વખત બદલવામાં આવી છે. આ પહેલા આ ફિલ્મ આ વર્ષે 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં તારીખ બદલીને 28 એપ્રિલ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ 28 ફેબ્રુઆરીએ પણ રિલીઝ નહીં થાય. ફિલ્મની વાત કરીએ તો તેમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી જેવા કલાકારો જોવા મળશે.

આ પણ વાંચો : Viral Video: પેરિસમાં પણ શાહરૂખ-દીપિકાની ફિલ્મ પઠાણનો ક્રેઝ, ‘ઝૂમે જો પઠાણ’ સોન્ગ પર દર્શકોએ થિયેટરોમાં ડાન્સ કર્યો

રાજકુમાર રાવની ફિલ્મની સામે આવી નવી રિલીઝ ડેટ

તરણ આદર્શના ટ્વીટ પ્રમાણે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ભીડની રિલીઝ ડેટ પણ શિફ્ટ કરી દેવામાં આવી છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. હવે આ ફિલ્મ 24 માર્ચ 2023ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન અનુભવ સિન્હા કરી રહ્યા છે. આ સિવાય ફિલ્મમાં પંકજ કપૂર અને આશુતોષ રાણા પણ લીડ રોલમાં જોવા મળશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati