હોલીવુડ બાદ હવે જાપાની ફિલ્મમાં કામ કરવાની તૈયારી કરી રહી છે આલિયા ભટ્ટ?

એક ઈન્ટરવ્યુ દરમિયાન આલિયા ભટ્ટે (Alia Bhatt) અન્ય ભાષાઓમાં વિદેશી ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આલિયાએ કહ્યું, 'હું માત્ર હોલીવુડ જ નહીં પરંતુ તેનાથી આગળ ઘણું બધું એક્સપ્લોર કરવા માંગુ છું.' આ વાતચીત દરમિયાન તેણે જાપાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે પણ વાત કરી.

હોલીવુડ બાદ હવે જાપાની ફિલ્મમાં કામ કરવાની તૈયારી કરી રહી છે આલિયા ભટ્ટ?
Alia Bhatt
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Nov 24, 2022 | 9:35 PM

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં જ તેણે એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરથી સાઉથમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને સાઉથની સાથે હિન્દીમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. દક્ષિણ ભારત બાદ આલિયા ટૂંક સમયમાં ગૈલ ગૈડોટની હોલીવુડ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ ‘હાર્ટ ઓફ સ્ટોન’ છે. હવે આલિયા આગળ વધીને એક મોટા પડકારનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. આલિયા હોલીવુડ સિવાય વધુ આંતરરાષ્ટ્રીય ફિલ્મોનો ભાગ બનવા માંગે છે.

હાલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે અન્ય ભાષાઓમાં વિદેશી ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આલિયાએ કહ્યું ‘હું માત્ર હોલીવુડ જ નહીં, પરંતુ તેનાથી આગળ ઘણું બધું એક્સપ્લોર કરવા માંગુ છું.’ આ વાતચીત દરમિયાન તેણે જાપાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે પણ વાત કરી. તેણે કહ્યું, ‘તે માત્ર હોલીવુડની કોઈ ફિલ્મ અથવા અન્ય કોઈ બીજા કન્ટેન્ટ વિશે નથી, પરંતુ મારો વિચાર મારી જાતને ચેલેન્જ કરતો રહેવાનો છે. હું એવા રોલ કરવા માંગુ છું જે મારા માટે પડકારરૂપ હોય. હું માનું છું કે જ્યારે તમે નવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરો છો ત્યારે હંમેશા એવું જ બને છે. હું એક જાપાની ફિલ્મ પણ કરીશ.

તમને જણાવી દઈએ કે બાળકીને જન્મ આપ્યા બાદ આલિયાએ હાલમાં એક્ટિંગથી દૂર છે. મેટરનિટી લીવ પછી એક્ટ્રેસ ફરી એકવાર તેના પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરશે. મળતી માહિતી મુજબ આલિયા કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. કામ પર પાછા ફર્યા બાદ તે બાકીની ફિલ્મનું શૂટિંગ કરશે. આ સિવાય તેની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ પણ આવતા વર્ષે એટલે કે 2023માં રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે આલિયાએ લગ્નના 2 મહિના પછી જ એટલે કે 27 જૂન 2022ના રોજ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે 6 નવેમ્બરે દીકરીનો જન્મ થયો હતો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરીનું નામ Raha પાડ્યું છે. આલિયા અને રણબીર પોતાની દીકરીને મીડિયા અને બધાથી દૂર રાખવા માંગે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati