Samrat Prithviraj: અક્ષય કુમારની ફિલ્મને લઈને મેકર્સે લીધો નિર્ણય, નુકસાન ઘટાડવા માટે ટૂંક સમયમાં જ OTT પર થશે રિલીઝ

અક્ષય કુમારે (Akshay Kumar) તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ 'સૂરરાય પોત્તરૂ'ની ઓફિશિયલ હિન્દી રિમેક પણ સાઈન કરી છે અને તાજેતરમાં એવી ખબર આવી છે કે આ ફિલ્મનું શીર્ષક 'સ્ટાર્ટઅપ' સજેસ્ટ કરવામાં આવ્યું છે.

Samrat Prithviraj: અક્ષય કુમારની ફિલ્મને લઈને મેકર્સે લીધો નિર્ણય, નુકસાન ઘટાડવા માટે ટૂંક સમયમાં જ OTT પર થશે રિલીઝ
akshay-kumar-samrat-prithvirajImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 9:42 PM

અક્ષય કુમારની (Akshay Kumar) હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) બોક્સ ઓફિસ પર કમાલ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. અક્ષયની છેલ્લી કેટલીક ફિલ્મો બરાબર ચાલી રહી નથી. તે બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ પહેલા અઠવાડિયે જ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવામાં નિષ્ફળ રહી છે. આ પીરિયડ ડ્રામાએ પહેલા અઠવાડિયામાં 54.75 કરોડની કમાણી કરી છે. ફિલ્મની નિષ્ફળતાનો જેટલો અફસોસ મેકર્સને છે તેટલો જ અક્ષય કુમારને પણ છે કારણ કે આ ફિલ્મમાં તેના પણ પૈસા ખર્ચવામાં આવ્યા છે. પરંતુ મેકર્સે હવે નક્કી કર્યું છે કે આ ફિલ્મની ખોટ ઓછી કરવા માટે તેને ટૂંક સમયમાં OTT પર પણ રિલીઝ કરવામાં આવશે.

‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટૂંક સમયમાં OTT પર થશે રિલીઝ

દર્શકોની થિયેટર સુધી ન આવવાને કારણે ઘણી સર્કિટ્સમાં ફિલ્મના ઘણા શો કેન્સલ કરવામાં આવ્યા છે અને આ નુકસાનને ઘટાડવા માટે મેકર્સે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ એપિક સાગા ફિલ્મમાં ખૂબ જ હેવી વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ 200 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. પરંતુ હવે આ ખોટ ઘટાડવા માટે ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના મેકર્સે તેને ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ મુજબ આ ફિલ્મ રિલીઝના ચાર અઠવાડિયાની અંદર OTT પર રિલીઝ થશે. આ વર્ષે માર્ચમાં રિલીઝ થયેલી ‘બચ્ચન પાંડે’ પછી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અક્ષય કુમારની બીજી કોમર્શિયલ ફિલ્મ તરીકે ઉભરી આવી છે.

‘રક્ષા બંધન’માં પણ જોવા મળશે અક્ષય કુમાર

અક્ષય કુમારની આ ફ્લોપ ફિલ્મો પછી તે જલ્દી જ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રક્ષા બંધન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર જોવા મળશે. આ સિવાય અક્ષય કુમાર ‘રામ સેતુ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે નુસરત ભરૂચા અને જેકલીન ફર્નાન્ડીઝ જોવા મળશે. અક્ષયની પાઈપલાઈનમાં ઈમરાન હાશ્મી સાથે એક ફિલ્મ સેલ્ફી પણ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઘણી ફિલ્મો અક્ષય કુમારની લિસ્ટમાં સામેલ

અક્ષય કુમારે તાજેતરમાં તમિલ બ્લોકબસ્ટર ‘સૂરરાય પોત્તરૂ’ની ઓફિશિયલ હિન્દી રિમેક પણ સાઈન કરી છે અને તાજેતરમાં એવી ખબર આવી છે કે આ ફિલ્મનું શીર્ષક ‘સ્ટાર્ટઅપ’ સજેસ્ટ કરવામાં આવ્યું છે. પરંતુ ફિલ્મના પ્રોડ્યુસર વિક્રમ મલ્હોત્રાએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ ફિલ્મનું ટાઈટલ હજુ સુધી કન્ફર્મ નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">