ડ્રગ્સ કેસમાં ઘરપકડ બાદ એજાઝ ખાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ, તપાસ કરી રહેલા અધિકારીઓનું ટેન્શન વધ્યું

તાજેતરમાં અભિનેતા એજાઝ ખાનની ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યું છે કે તે કોરોના સંક્રમિત છે. તે અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરવાનો વારો આવ્યો છે જેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે.

ડ્રગ્સ કેસમાં ઘરપકડ બાદ એજાઝ ખાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ, તપાસ કરી રહેલા અધિકારીઓનું ટેન્શન વધ્યું
એજાઝ ખાન

ડ્રગ્સ કેસમાં તાજેતરમાં અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યું છે કે તે કોરોના સંક્રમિત છે. મળેલી માહિતી અનુસાર એજાઝ ખાણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ હવે તેની ધરપકડ કરનારા અધિકારીઓનું ટેન્સન વધી ગયું છે. હવે NCBના તે અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરવાનો વારો આવ્યો છે જેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે, અને એજાઝના સીધા સંપર્કમાં આવ્યા હતા. એજાઝ ખાનનું બે દિવસ પહેલા પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 4 એપ્રિલે તેનો રીપોર્ટ સકારાત્મક આવ્યો હતો.

5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી

હાલ એજાઝ ખાનની મુશ્કેલીઓ ઓછી થતી જોવા મળી રહી નથી. અગાઉ તેઓ 3 એપ્રિલ સુધી કસ્ટડીમાં હતા. ત્યારબાદ તેની ન્યાયિક કસ્ટડી પાંચ એપ્રિલ સુધી વધારી દેવામાં આવી. એજાઝ ખાનનું નામ ડ્રગ તસ્કર શાદબ બટાટાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. બટાટાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ એજાઝની દક્ષિણ મુંબઈની ઓફીસમાં પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. એજાઝ ખાન 31 માર્ચે મુંબઇ એરપોર્ટ પર પકડાયો હતો.

ઊંઘની ગોળીઓ મળવાની કહી હતી વાત

ધરપકડ બાદ એજાઝ ખાને દાવો કર્યો હતો કે તેના ઘરમાંથી માત્ર ચાર સૂવાની ગોળીઓ મળી હતી. સમાચાર એજન્સીના અનુસાર એજાઝ ખાને કહ્યું, ‘મારા ઘરમાંથી માત્ર ચાર સૂવાની ગોળીઓ મળી હતી. મારી પત્નીનું ગર્ભપાત થયું હતું અને તે તેણે કારણે ડિપ્રેસનમાં હતી. જેણે દૂર કરવા માટે આ ગોળીઓનો ઉપયોગ કરી રહી હતી. ‘

ગૌરવ દીક્ષિત પર પકડ બનાવવાની તૈયારીઓ

એનસીબીએ તાજેતરમાં જ અભિનેતા ગૌરવ દિક્ષિતના ઘરેથી ડ્રગ્સ જપ્ત કર્યા હતા. એવું માનવામાં આવે છે કે એજાઝ ખાન અને ગૌરવ દિક્ષિત જોડાયેલા છે, તેથી તેમની કસ્ટડીમાં વધારો કરવામાં આવ્યો હતો. તપાસની ટીમ ગૌરવ દિક્ષિત પર પકડ બનાવવાની તૈયારી કરી રહી છે.

આવી પરિસ્થિતિમાં ધરપકડ બાદ એજાઝ ખાનનું કોરોના પોઝિટિવ નીકળી આવવું અધિકારીઓ માટે ઘણું જોખમી સાબિત થઇ શકે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati