અજયની Drishyam 2ની ચોથા દિવસે જબરદસ્ત કમાણી, હવે 100 કરોડ ક્લબની નજર

Drishyam 2 Box Office Collection : અજય દેવગન અને તબ્બુની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ દ્રશ્યમ 2 બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. ચોથા દિવસે પણ ફિલ્મે અપેક્ષા કરતા સારો બિઝનેસ કર્યો છે.

અજયની Drishyam 2ની ચોથા દિવસે જબરદસ્ત કમાણી, હવે 100 કરોડ ક્લબની નજર
Drishyam 2
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 23, 2022 | 6:55 AM

Drishyam 2 Box Office Collection Day 4 : અજય દેવગનની મલ્ટી-સ્ટારર સસ્પેન્સ થ્રિલર ફિલ્મ દ્રશ્યમ 2 દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. જેનો પુરાવો બોક્સ ઓફિસ પર લોકોની ભીડમાં મળી રહ્યો છે. ફિલ્મે પહેલા વીકેન્ડ પર શાનદાર કમાણી કરી હતી. હવે તેણે અઠવાડિયાના દિવસો પણ ધમાકેદાર શરૂ કર્યા છે. ફિલ્મની કમાણીની ઝડપને જોતા સ્પષ્ટ છે કે તે આ અઠવાડિયે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.

ફિલ્મે સોમવારની ટેસ્ટ કરી પાસ

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, દ્રશ્યમ 2એ ચોથા દિવસે એટલે કે સોમવારે 11.87 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એવી આશંકા હતી કે સોમવારે ફિલ્મ ધીમી પડી જશે, પરંતુ આ આંકડાઓએ ફિલ્મ નિર્માતાઓને ખુશ કરી દીધા છે. આ પહેલા આ ફિલ્મે 15.38 કરોડની ઓપનિંગ મેળવી હતી. શનિવારે બીજા દિવસે તેણે 21.59 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને ત્રીજા દિવસે રવિવારે ફિલ્મ 27.17 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી. આ રીતે ફિલ્મે અત્યાર સુધીમાં 76.01 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

આ ફિલ્મ નેશનલ સિનેમા ચેન્સમાં સારું પ્રદર્શન કરી રહી છે. તેણે ચોથા દિવસે પીવીઆર પર રૂપિયા 2.65 કરોડ, આઇનોક્સમાં રૂપિયા 2.15 કરોડ, સિનેપોલિસમાં રૂપિયા 1.13 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ રીતે, ફિલ્મે નેશનલ ચેઇન સિનેમાઘરોમાં જ 5.93 કરોડનું કલેક્શન કર્યું. અહેવાલો અનુસાર, ફિલ્મના સાંજ અને રાત્રિના શોમાં લોકોની ભારે ભીડ વધી છે.

દ્રશ્યમ 2015માં થઈ હતી રિલીઝ

દ્રશ્યમ 2 અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત શ્રિયા સરન, તબ્બુ, અક્ષય ખન્ના, રજત કપૂર, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ અને કમલેશ સાવંત જેવા કલાકારો જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે, દ્રશ્યમની ફ્રેન્ચાઈઝી મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક છે. તેનો પહેલો ભાગ વર્ષ 2015માં રિલીઝ થયો હતો. તે સમયે પણ લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. ત્યારથી બીજા ભાગની રાહ જોવાઈ રહી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati