વિવાદમાં ઘેરાઈ અજય દેવગન-સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘થેંક ગોડ’, બીજેપી નેતાએ ફિલ્મ પર પ્રતિબંધની કરી માગ

ભાજપના નેતા વિશ્વાસ સારંગે (Vishwas Sarang) દાવો કર્યો છે કે અપકમિંગ કોમેડી ફિલ્મ 'થેંક ગોડ'માં હિન્દુ દેવતાઓને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમને તેના પર બેન કરવાની માગ કરી છે.

વિવાદમાં ઘેરાઈ અજય દેવગન-સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેંક ગોડ', બીજેપી નેતાએ ફિલ્મ પર પ્રતિબંધની કરી માગ
Thank God Flim
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 4:07 PM

હાલમાં બોલિવુડ ફિલ્મોને લઈને વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘થેંક ગોડ’ (Thank God) પણ રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે (Vishwas Sarang) આ વિશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો હતો. તેમને માગ કરી છે કે અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ ‘થેંક ગોડ’ પર પ્રતિબંધ મુકવો જોઈએ.

બીજેપી નેતા વિશ્વાસ સારંગે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે અપકમિંગ કોમેડી ફિલ્મ ‘થેંક ગોડ’માં હિન્દુ દેવી-દેવતાઓને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી આ વિશે માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી. ફિલ્મ વિશે વાત કરીએ તો, તે ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત એક પારિવારિક મનોરંજન ફિલ્મ છે, આ ફિલ્મમાં અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મ આ વર્ષે 25 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે.

આવી છે ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મ એક સામાન્ય માણસ (સિદ્ધાર્થ મલ્હોત્રા)ની સ્ટોરી કહે છે, જે એક અકસ્માત પછી લગભગ મૃત્યુ પામે છે અને જીવન અને મૃત્યુ વચ્ચેની દુનિયામાં પ્રવેશ કરે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે આ વ્યક્તિ ચિત્રગુપ્ત (અજય દેવગણ) ને મળે છે, જે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ક્વિઝની રમત રમે છે. જેને તેઓ ‘જીવનની રમત’ કહે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

નોરા ફતેહી પણ જોવા મળશે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ જીવન નાટક પર આધારિત છે, જે દર્શકોને એક સુંદર સંદેશ પણ આપશે. આ પહેલીવાર હશે જ્યારે અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઓનસ્ક્રીન સાથે જોવા મળશે. જ્યારે અજય અને રકુલ ત્રીજી વખત સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ પહેલા તેઓ ‘દે દે પ્યાર દે’ અને ‘રનવે 34’માં સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં નોરા ફતેહી પણ જોવા મળશે, જે યુટ્યુબ સેન્સેશન યોહાનીના સુપરહિટ ગીત ‘માનિકે માગે હિતે’ના હિન્દી વર્ઝન પર પરફોર્મ કરતી જોવા મળે છે.

સૂત્રોનું માનીએ તો ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે. ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત, ‘થેંક ગોડ’નું નિર્માણ ટી-સિરીઝ ફિલ્મ્સ અને મારુતિ ઈન્ટરનેશનલ પ્રોડક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો આપણે થેંક ગોડ સિવાય અજય દેવગનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની પાસે હવે ઘણી ફિલ્મો છે. જેમાં ચાણક્ય, દૃષ્ટિમ 2, કેથી હિન્દી રિમેક- ભોલા, મેદાન, રેઇડ 2 અને સિંઘમ 3 જેવી મજબૂત ફિલ્મોનો સમાવેશ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">