અજય દેવગન-અમિતાભ બચ્ચનની May Dayનું નવું નામ હશે Runway 34, સત્ય ઘટના પર છે ફિલ્મની વાર્તા

Runway 34 Release Date: અજય દેવગનની ફિલ્મ May Dayનું નામ બદલીને Runway 34 રાખવામાં આવ્યું છે. રનવે 34 આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થવાની છે. જાણો કેવી હશે ફિલ્મની વાર્તા.

અજય દેવગન-અમિતાભ બચ્ચનની May Dayનું નવું નામ હશે Runway 34, સત્ય ઘટના પર છે ફિલ્મની વાર્તા
Runway 34

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અજય દેવગન (ajay devgn) ફિલ્મ May Dayમાં જોવા મળવાના છે. અજય દેવગન પણ આ ફિલ્મ દ્વારા દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર 29 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે. May Dayનું નામ બદલીને Runway 34 રાખવામાં આવ્યું છે. આ વાતની જાહેરાત અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને કરી છે.

અમિતાભ બચ્ચને પોતાનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અમિતાભ બચ્ચને ફોટો સાથે લખ્યું, ‘May Day હવે Runway 34 છે. તમારી ખુરશીનો પટ્ટો બાંધો અને ચુસ્ત બેસો. સત્ય ઘટનાઓ પર આધારિત Runway 34, 29 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત અજય દેવગન, કેરીમિનાટી, બોમન ઈરાની અને રકુલપ્રીત સિંહ મહત્વની ભૂમિકામાં છે.

ફિલ્મ આ ઘટના પર આધારિત છે એક મીડિયા રિપોર્ટ અનુસાર, અજય દેવગનની ફિલ્મ 2015માં જેટ એરવેઝની દોહા-કોચી ફ્લાઇટની ઘટનાથી પ્રેરિત છે. મંગળવાર 18 ઓગસ્ટ 2015 ના રોજ ફ્લાઇટ 9W 555 માં 141 મુસાફરો અને 8 ક્રૂ સવાર હતા. નબળી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ કોચીમાં લેન્ડ થઈ શકી ન હતી. ત્યારબાદ વિમાનને ત્રિવેન્દ્રમ લઈ જવામાં આવ્યું હતું. ત્રણ ત્રણ નિષ્ફળ પ્રયાસો પછી વિમાન માત્ર 250 કિલો ઇંધણ સાથે ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર ઉતરી હતી.

અજય દેવગન પાયલોટના રોલમાં હશે રિપોર્ટ્સ અનુસાર, અજય દેવગન પાયલટની ભૂમિકા ભજવશે. તે જ સમયે, રકુલ પ્રીત સિંહ પણ પાયલટની ભૂમિકા ભજવી રહી છે. લોકપ્રિય યુટ્યુબર અજય નાગર ઉર્ફે કેરીમિનાટી પણ આ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, અજય દેવગન અને અમિતાભ બચ્ચન અગાઉ સત્યાગ્રહ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આ સિવાય બંનેએ 90ના દાયકામાં ફિલ્મ મેજર સાહબમાં કામ કર્યું હતું. આ સિવાય અમિતાભ બચ્ચન રણબીર કપૂર, આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

આ પણ વાંચો : શું RTPCR ટેસ્ટ દ્વારા કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ શોધી શકાય છે? જાણો WHOએ શું કહ્યું ?

આ પણ વાંચો : Omicron: સિંગાપુરમાં વેક્સીનેટેડ પ્રવાસીઓને આઇસોલેશનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય અટકાવ્યો, આ ત્રણ દેશના પ્રવાસીઓને થવાનો હતો ફાયદો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati