અભિનેત્રી શ્રુતિ શેઠની તબિયત લથડી, ઈમરજન્સી ઓપરેશન કરાવવું પડ્યુ

અભિનેત્રી શ્રુતિ શેઠની તબિયત લથડી, ઈમરજન્સી ઓપરેશન કરાવવું પડ્યુ

અભિનેત્રી શ્રુતિ શેઠે એક ઇમર્જન્સી સર્જરી કરાવી છે અને તેના પ્રશંસકોને તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા કહ્યું છે. શ્રુતિએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે હોસ્પિટલના પલંગ પર પડેલી જોવા મળી રહી છે.અભિનેત્રીએ લાંબુ કેપ્શન લખ્યું હતું.

શ્રુતિ શેઠે લખ્યું કે, ‘મારા પરિવારને છેલ્લો ધક્કો પહોંચાડવામાં 2020 સફળ રહ્યુ, મારી ઇમર્જન્સી સર્જરી થઈ, જેના કારણે મારે ક્રિસમસ અને ન્યુ યર પ્લાન રદ કરવો પડ્યો છે.

અભિનેત્રી લખ્યું કે ‘મને લાગે છે કે મારે જે પાઠ શીખવા જોઈએ તે હું ખરેખર શીખી શકી ન હતી. હું મારા પાઠને શેર કરવા માગુ છુ, કૃપા કરીને તમારા સ્વાસ્થ્યને હળવાશમાં ન લો, અને તેની સંભાળ રાખો.

શ્રુતિ શેઠ એક ભારતીય ફિલ્મ અને ટીવી અભિનેત્રી છે જે હિન્દી સિનેમામાં સક્રિય છે. શ્રુતિને ટેલિવિઝનની દુનિયામાં સ્ટાર પ્લસ શો ‘શરારત’ થી ઓળખ મળી હતી, ત્યારબાદ તે ઘણા અન્ય ટીવી શો, મૂવીઝ અને વેબ સિરીઝમાં જોવા મળી હતી.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati