આમિર-કિરણના છુટાછેડાને લઇને ફૈસલખાને જણાવી આ વાત, સાથે જ જણાવ્યુ કે તેમણે કેમ બીજા લગ્ન ન કર્યા

આમિર ખાન અને ફૈસલ ફિલ્મ મેલામાં સાથે જોવા મળ્યા હતા. જો કે ફિલ્મ ફ્લોપ ગઇ હતી અને તેની સાથે જ ફૈસલનું કરિયર પણ ધીમે ધીમે ડૂબતુ ગયુ. ફૈસલ આમિરના પ્રોડક્શન હાઉસમાં વર્ષો સુધી સ્ક્રિપ્ટ રાઇટર તરીકે પણ કામ કરી ચુક્યા છે.

આમિર-કિરણના છુટાછેડાને લઇને ફૈસલખાને જણાવી આ વાત, સાથે જ જણાવ્યુ કે તેમણે કેમ બીજા લગ્ન ન કર્યા
Aamir Khan's brother Faisal made a statement about their divorce

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) પહેલાથી જ પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. આમિર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એક્ટરે થોડા દિવસો પહેલા જ પોતાની પત્નિ કિરણ રાવ (Kiran Rao) સાથે છુટાછેડાની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. બીજી તરફ આમિર ખાનના ભાઇ ફૈસલ ખાન (Faisal Khan) પણ પોતાની કમબેક ફિલ્મ ફેક્ટરી સાથે ફરીથી ફેન્સની વચ્ચે આવવા જઇ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે ફૈસલ ખાન નિર્દેશનની દુનિયામાં પણ એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. તેવામાં ફેક્ટરીના રિલીઝ પહેલા ફૈસલે એક ઇન્ટર્વ્યૂમાં ભાઇ આમિર ખાનના છુટાછેડાથી લઇને પોતે ફરીથી લગ્ન કેમ નહીં કર્યા તેને લઇને ખુલીને વાત કરી.

ફૈસલ ખાને કેમ નથી કર્યા લગ્ન

એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટર્વ્યૂ દરમિયાન ફૈસલે ફરીથી લગ્ન ન કરવાની બાબત પર જણાવ્યુ કે, હમણા મારી પાસે એટલા રૂપિયા નથી કે હુ એક પત્નિનો ખર્ચ ઉઠાવી શકુ અથવા તો ગર્લ ફ્રેન્ડની સાથે રહી શકુ. કારણ કે આજકાલ તો ગર્લ ફ્રેન્ડ રાખવી પણ ખૂબ મોંઘી પડે છે. ગર્લ ફ્રેન્ડના ખર્ચા તો પત્નિ કરતા પણ વધારે હોય છે. તેમણે જણાવ્યુ કે જો મારી ફિલ્મ ફેક્ટરી હિટ થઇ જશે તો તેઓ ગર્લ ફ્રેન્ડ વિશે વિચારશે.

આમિર-કિરણના છુટાછેડા વિશે શું જણાવ્યુ ?

ફૈસલે આમિર ખાન અને કિરણ રાવના છુટાછેડા વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યુ કે હુ આમિર અને કિરણને કોઇ પણ સલાહ આપી શકુ તેમ નથી કારણ કે મારા પોતાના લગ્ન ટક્યા નથી. તો હુ કોઇની પર્સનલ લાઇફ પર કોમેન્ટ કરવા વાળો કોણ. તેઓ જાણે છે કે તેમના માટે શું બેસ્ટ છે.

એટલું જ નહી તેમણે પોતાના ભાઇ આમિર સાથેના સંબંધો વિશે વાત કરતા જણાવ્યુ કે બંને ભાઇઓ વચ્ચે બધુ બરાબર છે. હવે તેઓ બધા નિર્ણય જાતે જ લે છે.

તમને જણાવી દઇએ કે આમિર ખાન અને ફૈસલ ફિલ્મ મેલામાં સાથે જોવા મળ્યા હતા. જો કે ફિલ્મ ફ્લોપ ગઇ હતી અને તેની સાથે જ ફૈસલનું કરિયર પણ ધીમે ધીમે ડૂબતુ ગયુ. ફૈસલ આમિરના પ્રોડક્શન હાઉસમાં વર્ષો સુધી સ્ક્રિપ્ટ રાઇટર તરીકે પણ કામ કરી ચુક્યા છે. જોકે બાદમાં બંને ભાઇઓ વચ્ચેના સંબંધો બગડી ગયા હતા.

આ પણ વાંચો –

Narayan Rane Bail : નારાયણ રાણેને જામીન મળ્યા બાદ ભાજપની મહત્વની જાહેરાત, ‘જન આશિર્વાદ યાત્રા’ ગુરુવારથી થશે શરૂ

આ પણ વાંચો –

મની લોન્ડરિંગ કેસમાં ED એ ચંદા કોચર સહીત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી, જાણો શું છે મામલો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati