લગ્નના એક દિવસ પહેલા જ વિકિપીડિયાએ વિકી અને કેટરિનાને પતિ-પત્ની ગણાવી દીધા, જુઓ ફોટો

ઘણા ઓનલાઈન અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિકી અને કેટરિનાએ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ રિસોર્ટમાં 9 ડિસેમ્બરે સાત ફેરા લેવા પહેલા લગ્ન કરી લીધા છે.

લગ્નના એક દિવસ પહેલા જ વિકિપીડિયાએ વિકી અને કેટરિનાને પતિ-પત્ની ગણાવી દીધા, જુઓ ફોટો
Vicky kaushal and katrina

વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફના (Katrina Kaif) લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે એટલે કે 8 ડિસેમ્બરે બંનેની સવારે હલ્દી સેરેમની હતી અને સાંજે બંનેનો સંગીત સમારોહ હતો. બંને આવતીકાલે એટલે કે 9મી ડિસેમ્બરે સાત ફેરા લેશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિકી અને કેટરીનાના લગ્નના એક દિવસ પહેલા વિકિપીડિયાએ બંને બોલિવૂડ સેલિબ્રિટીઝનું પેજ અપડેટ કર્યું છે, જેમાં બંનેને પતિ-પત્ની જાહેર કરાયા છે.

જે તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમાંથી, વિકી કૌશલના વિકિપીડિયા પેજ પર કેટરિના કૈફનું નામ તેની પત્ની તરીકે દર્શાવાયુ છે. તે જ સમયે, કેટરિના કૈફના પેજ પર પતિના વિભાગમાં વિકી કૌશલનું નામ આપવામાં આવ્યું છે. આ ફોટો વાયરલ થયા બાદ અમે બંનેના વિકિપીડિયા પેજ જોયા તો આ સમાચાર અમુક હદ સુધી સાચા સાબિત થયા.

વિકી કૌશલના વિકિપીડિયા પેજ પર પાર્ટનર તરીકે કેટરિના કૈફનું નામ લખાયેલું છે, પરંતુ કેટરિના કૈફના પેજ પર આવું કંઈ નથી. બંને પતિ-પત્ની હોવાનો વિકિપીડિયાનો અપડેટેડ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અગાઉ, ઘણા ઓનલાઈન અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિકી અને કેટરિનાએ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ રિસોર્ટમાં 9 ડિસેમ્બરે સાત ફેરા લેવા પહેલા લગ્ન કરી લીધા છે. અહેવાલો અનુસાર, વિકી અને કેટરીનાએ મુંબઈમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.

અત્યારે જો આપણે ગઈકાલે વિકી અને કેટરિનાની મહેંદી સેરેમની વિશે વાત કરીએ તો આ મહેંદી સેરેમનીમાં લગભગ 20 કિલો સોજાતની મહેંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બુધવારે સવારે મહેંદી કલાકાર વીણાના કેટલાક ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આટલું જ નહીં, વીણાએ પોતે તેની સ્ટોરી પર એક ફોટો મૂક્યો હતો. જેના પર લખ્યું હતું – હું ખૂબ જ ખુશ છું. આખરે અમે કર્યું… આ સ્ટોરી પર તેણે હેશટેગ આપ્યું હતું – બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ.

આ પણ વાંચો –

Farmer’s Protest: ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાના નિર્ણય પર ગુરુવારે સંયુક્ત મોરચાની મળશે બેઠક, સરકારના નવા પ્રસ્તાવ પર બને છે સંમતિ

આ પણ વાંચો –

Vijay Hazare 2021: સૌરાષ્ટ્ર ટીમે ઉત્તર પ્રદેશ સામે 32 રને વિજય મેળવ્યો, હાર્વિક દેસાઇનુ અર્ધશતક, ચિરાગ જાનીની 5 વિકેટ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati