શાહરૂખની 3 અને સલમાનની 2 ફિલ્મો, બોક્સઓફિસ પર ચાલશે કે ફ્લોપ રહેશે? દાવ પર લાગ્યા છે નિર્માતાઓના 900 કરોડ રૂપિયા

આ વર્ષે 2023માં Shah rukh khan અને Salman khan બંને ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે મેકર્સ દ્વારા ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ પર લગભગ 900 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા છે.

શાહરૂખની 3 અને સલમાનની 2 ફિલ્મો, બોક્સઓફિસ પર ચાલશે કે ફ્લોપ રહેશે? દાવ પર લાગ્યા છે નિર્માતાઓના 900 કરોડ રૂપિયા
Shah Rukh and Salman big budget films
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 9:50 AM

બોલિવૂડની સાથે-સાથે સલમાન અને શાહરૂખ ખાન માટે પણ આ નવું વર્ષ ઘણું ખાસ રહેવાનું છે. આ વર્ષે બંને ખાનની ઘણી ફિલ્મો રિલીઝ થશે, પરંતુ આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. છેલ્લા વર્ષ 2022માં બિગ સ્ટારની ફિલ્મો દર્શકો પર પોતાનો જાદુ ફેલાવવામાં નિષ્ફળ રહી હતી. આવી સ્થિતિમાં લોકોને આ ફિલ્મોની સાથે-સાથે આ વર્ષે સ્ટાર્સના પરફોર્મન્સથી પણ ઘણી અપેક્ષાઓ છે. ગયા વર્ષની બોક્સ ઓફિસની હાલત જોયા બાદ ઘણી ફિલ્મોની રિલીઝને આગળ ધપાવવામાં આવી હતી અને ઘણી ફિલ્મોમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા.

આ યાદીમાં બોલિવૂડના ખાન એટલે કે શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મોનો સમાવેશ થાય છે. રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે મેકર્સ દ્વારા ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ પર લગભગ 900 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગયા વર્ષે શાહરૂખ સિલ્વર સ્ક્રીનથી ઘણો દૂર રહ્યો હતો. હવે આ વર્ષે તે પોતાની કરિયરમાં ધમાકેદાર દેખાવ કરવા જઈ રહ્યો છે. તેની આ વર્ષની પ્રથમ ફિલ્મ પઠાણ છે, જે પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. શાહરૂખની આ વર્ષે ત્રણ ફિલ્મો રિલીઝ થશે. આવી સ્થિતિમાં નિર્માતાઓની સાથે કિંગ ખાનના ચાહકોને પણ આ ફિલ્મોથી ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે.

શાહરૂખ ખાનની પઠાણ

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

બીજી તરફ ભાઈજાન સલમાન ખાનની વાત કરીએ તો તે પણ સિલ્વર સ્ક્રીનથી દૂર રહ્યો હતો પરંતુ 2023માં તેઓ મોટા ધડાકા માટે પણ તૈયાર છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને પર લગભગ 950 કરોડ રૂપિયા દાવ પર છે. છેલ્લા 5 વર્ષથી બંને મોટા પડદાથી દૂર છે. શાહરૂખ ખાનની પઠાણ 25 જાન્યુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે. જેમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ તેની સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. જેમાં દીપિકા અને શાહરૂખની રોમેન્ટિક કેમેસ્ટ્રી ફરી એકવાર જોવા મળવાની છે સાથે જ ફિલ્મમાં ભરપૂર એક્શન અને થ્રિલ પણ જોવા મળશે. આ ફિલ્મ 250 કરોડના બજેટમાં તૈયાર થઈ છે.

કિસી કા ભાઈ – કિસી કી જાન

બીજી તરફ કિસી કા ભાઈ-કિસી કી જાન સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ દ્વારા ઘણા નવા ચહેરા પોતાની કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેમાં શહનાઝ ગિલ અને પલક તિવારીનું નામ પણ સામેલ છે. કિસી કી ભાઈ કિસી કી જાન 21 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેમાં સલમાનની સાથે પૂજા હેગડે મહત્વની ભૂમિકા નિભાવશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ લગભગ 100 કરોડના બજેટમાં બની છે.

શાહરૂખની જવાન

શાહરૂખની આ વર્ષે વધુ બે ફિલ્મો રિલીઝ થવાની છે. ફિલ્મ જવાન ઔર ડંકી. તેના ચાહકો આ બંને ફિલ્મોની ખૂબ જ આશા સાથે રાહ જોઈ રહ્યા છે. બંને ફિલ્મોમાં શાહરૂખનો લુક કેવો હશે તે અત્યાર સુધી સામે આવ્યું છે. આ સિવાય ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. લગભગ 200 કરોડના બજેટમાં બનેલી જવાન 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેમાં શાહરૂખની સાથે વિજય સેતુપતિ, નયનતારા અને સાન્યા મલ્હોત્રા પણ જોવા મળશે.

કોમેડી ડ્રામા ફિલ્મ ‘ડંકી’

શાહરૂખ ખાનની વધુ એક ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખની આ ફિલ્મ 100 કરોડના બજેટમાં બની છે, જે એક કોમેડી ડ્રામા છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થશે.

સલમાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3

આ સિવાય સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3 આ વર્ષે 10 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ લગભગ 200 કરોડના બજેટમાં બની છે, જેમાં કેટરિના કૈફ પણ લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં ઈમરાન હાશ્મી દેખાશે અને શાહરૂખ ખાન કેમિયો રોલમાં છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">