અભિનંદનની વતન વાપસી પર BOLLYWOODમાં ખુશીની લહેર, અમિતાભ-શાહરુખ સહિત અનેક દિગ્ગજ હસ્તીઓએ કર્યું SALUTE

TV9 Web Desk

TV9 Web Desk |

Updated on: Mar 02, 2019 | 4:12 AM

ભારતીય ઍરફોર્સના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસી પર બૉલીવુડમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે અને ચોમેરથી આ બહાદુર જવાનને સલામ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ તો અમિતભા બચ્ચને અભિનંદનની ઘર વાપસી પહેલા એક ટ્વીટ સાથે એક ગીત શૅર કર્યુ હતું. અમિતાભે ટ્વીટ કર્યુ હતું, ‘ખુશ છુંકે વિંગ કમાંડર અભિનંદન ઘરે પરત ફરી રહ્યા […]

અભિનંદનની વતન વાપસી પર BOLLYWOODમાં ખુશીની લહેર, અમિતાભ-શાહરુખ સહિત અનેક દિગ્ગજ હસ્તીઓએ કર્યું SALUTE

ભારતીય ઍરફોર્સના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસી પર બૉલીવુડમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે અને ચોમેરથી આ બહાદુર જવાનને સલામ કરવામાં આવી રહી છે.

સૌપ્રથમ તો અમિતભા બચ્ચને અભિનંદનની ઘર વાપસી પહેલા એક ટ્વીટ સાથે એક ગીત શૅર કર્યુ હતું. અમિતાભે ટ્વીટ કર્યુ હતું, ‘ખુશ છુંકે વિંગ કમાંડર અભિનંદન ઘરે પરત ફરી રહ્યા છે.’ આ ટ્વીટ સાથે અમિતાભે પોતાની ફિલ્મ બદલાનું એક ગીત ‘ઔકાત કો બદલ દે’ પણ શૅર કર્યુ હતું.

https://twitter.com/SrBachchan/status/1101345792240033792

https://twitter.com/SrBachchan/status/1101561265225314304

અભિનંદનની ઘર વાપસી બાદ અમિતાભ બચ્ચને વધુ એક ટ્વીટ કર્યું કે જેમાં તેમણે લખ્યું, ‘મારા ઘનિષ્ઠ મિત્રોમાંના એક મહિલા મિત્રે કહ્યુ હતું કે એક સાચો સૈનિક એટલા માટે ફાઇટ નથી કરતો કે જે તેની સામે છે તેનાથી તે નફરત કરે છે, પરંતુ એટલા માટે ફાઇટ કરે છે કે જે તેની પાછળ છે, તેની સાથે તે પ્રેમ કરે છે. આ મહિલા મિત્રના પતિ ઍર ફોર્સમાં છે.’

શાહરુખ ખાને કહ્યું, ‘ઘરે પરત ફરવા કરતા વધુ સુખદ અહેસાસ કંઈ ન હોઈ શકે, તે ઘર… કે જ્યાં પ્રેમ, આશા અને સપનાં છે. અભિનંદન આપની બહાદુરી અમને મજબૂત બનાવે છે. હંમેશા આપનો આભારી.’

બૉલીવુડના અન્ય અનેક અભિનેતાઓ અને સેલિબ્રિટીઓએ પણ અભિનંદનની ઘર વાપસી પર ખુશી વ્યક્ત કરી તેમને અને તેમની બહાદુરીને સલામ કરી.

https://twitter.com/deespeak/status/1101465020028895232

https://twitter.com/RanveerOfficial/status/1101466207276785664

https://twitter.com/AmritaRao/status/1101510449240199169

https://twitter.com/humasqureshi/status/1101512036511436802

https://twitter.com/vivekoberoi/status/1101520663603568640

[yop_poll id=1915]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati