અનુષ્કા શર્મા (Anushka Sharma) અને તેમના પતિ વિરાટ કોહલી (Virat Kohli) આજકાલ લંડનમાં પોતાની દિકરી વામિકા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ટ કરી રહ્યા છે. ત્યાંથી સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થઇ રહી છે.
1 / 6
વિરાટ અને અનુષ્કા લંડનના ટંડરિલ રેસ્ટોરંટમાં વીગન લંચ ડેટ એન્જોય કરી રહ્યા હતા. બંનેની તસવીરો રેસ્ટોરંટના અંદરની છે પરંતુ આ દરમિયાન અનુષ્કાના આઉટફીટ વિશે ખૂબ ચર્ચા થઇ રહી છે.
2 / 6
અનુષ્કાએ લંચ ડેટ દરમિયાન વ્હાઇટ નિટ કાર્ડિગન અને ડેનિમ કૈરી કર્યુ હતુ અને તેના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી અને શૈફ રિશિમ સચદેવા સાથે પોઝ આપ્યો હતો.
3 / 6
જો તમે પણ અનુષ્કાના આ નિટ કાર્ડિગન ડ્રેસને પોતાના વોર્ડરોબમાં સામેલ કરવા માંગો છો અને આ આઉટફીટની કિંમત જાણવા માંગો છો તો તમને જણાવી દઇએ કે આ ડ્રેસની કિંમત 148 ડૉલર છે. જે ભારતીય રૂપિયામાં 11,003 થાય છે.
4 / 6
અનુષ્કા શર્માએ પોતાના લુકને કંપ્લિટ કરવા ચંકી વ્હાઇટ લેસ-અપ સ્નીકર્સ અને એક બ્લેક ફેસ માસ્ક કૈરી કર્યુ હતુ. તેણે પોતાના આઉટફીટને એક્સેસરાઇઝ કરવા માટે તેણે મિનિમલ લુક રાખ્યો હતો. તેણે ફક્ત સોનાના હૂપ ઇયરિંગ્સ પહેર્યા હતા.
5 / 6
અનુષ્કા શર્માએ પોતાના હાથમાં કાળા કલરની પ્રાડા ડૂએટ લેધર શોલ્ડર બેગને પોતાની લંચ ડેટ માટે કૈરી કરી હતી જેની કિંમત 1,390 ડૉલર છે. જો ભારતીય રૂપિયામાં તેની કિંમત કન્વર્ટ કરીએ તો લગભગ 1,03,335 રૂપિયા થઇ જાય છે.