શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂરે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, હોટનેસમાં બહેન Janhvi Kapoor ને પણ આપે છે ટક્કર

ખુશી કપૂર હાલમાં ન્યુયોર્કમાં પોતાના અભિનયનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. તેના પિતા બોની કપૂરે કહ્યું છે કે તે અભ્યાસ પૂરો કર્યા પછી જ બોલિવૂડમાં પગ મૂકશે. વળી, બોની કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે તેમની પુત્રીને લોન્ચ નહીં કરે.

શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂરે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, હોટનેસમાં બહેન Janhvi Kapoor ને પણ  આપે છે ટક્કર
Khushi Kapoor
TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Jul 17, 2021 | 9:55 PM

શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર (Khushi Kapoor) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાની ગ્લેમરસ તસ્વીરો અને પરિવાર સાથે મસ્તી કરતા વીડિયો શેર કરતી રહે છે. તેની દરેક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ખુશી જલ્દીથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ચાહકોને તેનો લુક ખૂબ જ પસંદ આવે છે. આજે ખુશીએ ફોર્મલ લૂકમાં ફોટોશૂટની તસ્વીરો શેર કરી છે, જે ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

સોશિયલ મીડિયા પર લાખો લોકો ખુશીને ફોલો કરે છે. હજી સુધી તેને બોલિવૂડમાં પગ મુક્યો નથી અને તેના ફેન્સ પેજ બની ગયા છે જે તેના ફોટોઝ શેર કરતા રહે છે. ખુશીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અગાઉ પ્રાઈવેટ હતું, તેને થોડા સમય પહેલા જ તેને પબ્લિક કર્યું છે. ત્યારબાદ તેની ફેન ફોલોઇંગમાં ઘણો વધારો થયો છે.

અહીં જુઓ ખુશી કપૂરની તસ્વીરો

ખુશીએ આજે ફોર્મલ સૂટમાં બોલ્ડ ફોટોશૂટની તસ્વીરો શેર કરી છે. ફોટામાં ખુશી અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તેનો લાઇટ મેક-અપ અને ખુલ્લા વાળ તેના લુકને કોમ્પ્લીમેન્ટ બનાવે છે. ફોટો શેર કરતા ખુશીએ લખ્યું – પાવર સૂટ.

સેલેબ્સ કરી રહ્યા છે કમેન્ટ

સેલેબ્સ ખુશીના આ ફોટા પર કમેન્ટ કરતા પોતાને રોકી શકતા નથી. નવ્યા નવેલીએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી, તો શનાયા કપૂર પણ કમેન્ટ કરવાનું ભૂલી નહીં. આશરે 50 હજાર લોકોએ આ તસ્વીરો લાઈક કરી છે.

ટૂંક સમયમાં બોલિવૂડમાં પગ મૂકશે

ખુશી કપૂર હાલમાં ન્યુયોર્કમાં પોતાના અભિનયનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. તેના પિતા બોની કપૂરે કહ્યું છે કે તે અભ્યાસ પૂરો કર્યા પછી જ બોલિવૂડમાં પગ મૂકશે. વળી, બોની કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે તેમની પુત્રીને લોન્ચ નહીં કરે. તેઓ ઈચ્છે છે કે ખુશીને બીજા કોઈ ફિલ્મ નિર્માતા લોંચ કરે, કારણ કે જો તેઓ તેને લોન્ચ કરશે તો તે તેની ભૂલો તરફ ધ્યાન આપી શકશે નહીં.

ચાલો તમને જણાવી દઈએ કે બોની કપૂરે તેમની મોટી પુત્રી જાનવી કપૂરને પણ લોન્ચ નહોતી કરી. જાનવીએ કરણ જોહરની ફિલ્મ ધડકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેના માટે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati