BMC એ સોનુ સૂદને ‘રીઢા ગુનેગાર’ ગણાવી કહ્યુ, ગેરકાયદે બાંધકામ તોડ્યા પછી પણ ત્યાં બાંધકામ કરાયુ છે

બોલિવૂડ એક્ટર સોનુ સૂદેને લઈને હાઈકોર્ટમાં કહેવાયું છે કે તે એક " રીઢા ગુનેગાર" છે.

BMC એ સોનુ સૂદને 'રીઢા ગુનેગાર' ગણાવી કહ્યુ, ગેરકાયદે બાંધકામ તોડ્યા પછી પણ ત્યાં બાંધકામ કરાયુ છે
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 13, 2021 | 2:46 PM

બોલિવૂડ એક્ટર સોનુ સૂદને લઈને હાઈકોર્ટમાં કહેવાયું છે કે તે એક ” રીઢા ગુનેગાર” છે. હાઈકોર્ટમાં ફાઇલ કરેલા સોગંદનામામાં બીએમસીએ કહ્યું છે કે જુહુમાં રહેણાંક મકાનમાં સોનુ સૂદે સતત અનધિકૃત બાંધકામો કર્યા છે, જ્યારે બે વાર અતિક્રમણ હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. બીએમસીએ મંગળવારે હાઈકોર્ટમાં ફાઇલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે સોનુ સૂદે રહેણાંક મકાનને હોટલમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે તે ભૂલ છુપાવવા પ્રયાસ કરી રહ્યાં છે.

ખરેખર, બીએમસીએ સોનુ સૂદને નોટિસ ફટકારી હતી. અભિનેતા આ નોટિસ સામે હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાં બીએમસીએ હવે તેની નોટિસને લઈને એફિડેવિટ દાખલ કરી છે. કોર્ટે બુધવારે પણ આ મામલે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

બીએમસીએ તેની નોટિસમાં કહ્યું હતું કે સોનુ સૂદે 6 માળ વાળા રહેણાંક મકાન ‘શક્તિ સાગર’ નું માળખું બદલીને તેને વ્યવસાયિક હોટલમાં પરિવર્તિત કર્યું હતું. બીએમસીની નોટિસ સામે સોનુ સૂદે ગયા વર્ષે ઓક્ટોબરમાં હાઇકોર્ટમાં અરજી કરી હતી. બીએમસીએ હાઈકોર્ટમાં કહ્યું, ‘અપીલ કરનાર વ્યક્તિ એક રીતે ગુનેગાર છે અને અનધિકૃત બાંધકામોનો આર્થિક લાભ લેવા માંગે છે. હવે તેઓએ ફરી એકવાર બાંધકામ શરૂ કર્યું છે, જ્યારે આ માટે તેઓએ લાઇસન્સ વિભાગની કોઈ મંજૂરી લીધી નથી. બીએમસીએ કહ્યું કે સોનુ સૂદ ગેરકાયદેસર કમર્શિયલ હોટલના નિર્માણનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે બિલ્ડિંગ પ્લાનની વિરુદ્ધ તૈયાર કરવામાં આવી છે. સોગંદનામામાં જણાવાયું છે, “અપીલ કરનાર વ્યક્તિને સંપત્તિનો ઉપયોગ બદલાવ કરવાની મંજૂરી નહોતી.” રહેણાંક મકાનને વ્યવસાયિક ઉપયોગમાં લઈ જવા માટે તેણે લાઇસન્સ મેળવ્યું ન હતું.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

બીએમસીએ કહ્યું કે સોનુ સૂદ દ્વારા આખી ઇમારતને હોટલમાં પરિવર્તિત કરવામાં આવી છે અને તે લાઇસન્સ વિના ચાલે છે. બીએસમીએ કહ્યું કે સપ્ટેમ્બર 2018 માં બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામો સામે પહેલી કાર્યવાહી કરવામાં આવી હતી. તે પછી પણ સોનુ સૂદે બાંધકામ ચાલુ રાખ્યું. ત્યારબાદ, નવેમ્બર 2018 માં, તેમના ગેરકાયદેસર બાંધકામોને પણ સત્તા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">