ભજન સમ્રાટ હેમંત ચૌહાણના જન્મદિવસ પર યોજાયો રક્તદાન કેમ્પ, 174 બોટલ રક્ત એકત્ર થયું

HEMANT CHAUHAN BIRTHDAY : હેમંત ચૌહાણના જન્મદિવસની ઉજવણીમાં તેમના શુભેચ્છકો અને ચાહકોની સાથે તેમના પરિવારજનોએ પણ રક્તદાન કર્યું હતું.

ભજન સમ્રાટ હેમંત ચૌહાણના જન્મદિવસ પર યોજાયો રક્તદાન કેમ્પ, 174 બોટલ રક્ત એકત્ર થયું
Blood donation camp held on Hemant Chauhan's birthday, 174 bottles of blood collected

RAJKOT : “તું રંગાઇ જાને રંગમાં” જેવા અનેક ભજનો,લોકગીતોને પોતાના સુમધુર કંઠે સ્વર આપનાર ભજન સમ્રાટ હેમંત ચૌહાણ (HEMANT CHAUHAN)નો આજે 7 નવેમ્બરે 67મો જન્મદિવસ છે.આજના દિવસે હેમંત ચૌહાણે રક્તદાન કેમ્પ યોજીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.શહેરના લક્ષ્મી સોસાયટી કોમ્યુનિટી હોલ ખાતે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં 174 બોટલ રક્ત એકત્ર થયું હતું. સિવીલ હોસ્પિટલ અને રેડક્રોસ બ્લડબેંક ના સહયોગથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનેક કલાકારો,સામાજિક સંસ્થાઓ રહી ઉપસ્થિત હેમંત ચૌહાણના આ સેવાકીય જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં બિહારીદાન ગઢવી,ગુલાબભાઇ સહિતના અનેક કલાકારો,ગુજરાતી ફિલ્મજગતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયે ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

પરિવારના સભ્યોએ પણ કર્યુ રક્તદાન હેમંત ચૌહાણના જન્મદિવસની ઉજવણીમાં તેમના શુભેચ્છકો અને ચાહકોની સાથે તેમના પરિવારજનોએ પણ રક્તદાન કર્યું હતું. હેમંત ચૌહાણના પુત્ર મયુર ચૌહાણે આ તકે કહ્યું હતું કે સૂરસમ્રાટ હેમંતભાઇના અનેક ચાહકોએ તેના જન્મદિવસ નિમીતે રક્તદાન કર્યું છે ત્યારે પરિવાર પણ સાથે જોડાયો છે.તેઓની જે પ્રતિષ્ઠા સમાજમાં છે તેમના ઉત્તરદાયીત્વના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજીને જરૂરિયાતમંદોને મદદ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

હેમંત ચૌહાણે 5 હજારથી વધારે ગીતો ગાયા ગુજરાતી ફિલ્મ જગત અને ભજન સહીત 5 હજારથી વધુ ગીતો ગાયા છે અને અનેક એવોર્ડથી તેઓને નવાજવામાં આવ્યા છે.હેમંત ચૌહાણ ગુજરાતી સંગીતનું ઘરેણું છે. પ્રભાતિયા,સુગમ સંગીત,ભજન અને લોકગીતો મળીને કુલ 5 હજારથી વધારે ગીતોને પોતાના કંઠે સુર આપ્યો છે. તેઓએ દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.ગુજરાત સરકાર દ્વારા તેમજ અન્ય અનેક પ્રખ્યાત એવોર્ડથી તેઓને નવાઝવામાં આવ્યા છે અને તેમનું સન્માન કરવામાં આવ્યું છે.તેમના જન્મદિવસે તેમના મિત્રો ,ચાહકો અને શુભેચ્છકો તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

આ પણ વાંચો : જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે

આ પણ વાંચો : દીવમાં જલસા : દિવાળી વેકેશનમાં પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓની ભારે ભીડ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati