Birth Anniversary: દેવિકા રાની ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રી હતી જેણે 4 મિનિટ સુધી કિસ સીન શૂટ કરેલો

Birth Anniversary: દેવિકા રાની ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રી હતી જેણે 4 મિનિટ સુધી કિસ સીન શૂટ કરેલો
Devika Rani File Photo

દેવિકા રાની ચૌધરી, જે તેણીના સ્ટેજ નામ 'દેવિકા રાની' તરીકે ઓળખાય છે, તેણી ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રી હતી જે 1930 અને 1940ના દાયકા દરમિયાન હિન્દી ફિલ્મોમાં સક્રિય હતી. દેવિકા રાનીની સફળ 10 વર્ષની ફિલ્મ કારકિર્દી હતી.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 30, 2022 | 6:10 PM

આજે અમે તમને વાત કરીશું ભારતીય ફિલ્મ ઉદ્યોગની (Bollywood) પ્રથમ મહિલા કલાકાર (India’s First Actress) એટલે કે દેવિકા રાણીની (Devika Rani)ની, જે આજે બોલીવુડના કલાકારો માટે આદર્શ મનાય છે. દેવિકા રાણી એ 1930-40ના સમયગાળામાં બોલીવુડની સૌથી સફળ અભિનેત્રમાંની એક હતી. તેણીએ એવા સમયે બોલીવુડમાં કલાકાર બનવાનો નિર્ણય લીધો હતો, કે જ્યારે મહિલાઓનું ફિલ્મોમાં કામ કરવું એ સૌથી ખરાબ બાબત માનવામાં આવતી હતી. તેણીએ આ પગલું ભરીને સમાજની નીચી માનસિકતા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે આજે અનેક યુવતીઓ ફિલ્મક્ષેત્રે કામ કરી રહી છે.

ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રી દેવિકા રાનીનો આજે 114મો જન્મદિવસ છે. દેવિકા રાનીએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. તેણે તે સમયે અભિનેત્રી બનવાનું નક્કી કર્યું હતું, કે જ્યારે અભિનેત્રી બનવું ખરાબ કામ માનવામાં આવતું હતું. આ સાથે તેણીને હિન્દી સિનેમાની પ્રથમ અભિનેત્રીનો દરજ્જો મળ્યો. તે સમયે દેવિકા રાનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ સુધી કામ કર્યું હતું. દેવિકાએ તેની પહેલી જ ફિલ્મમાં 4 મિનિટ લાંબી કિસ કરીને લોકોમાં ખુબ જ ચર્ચા જગાવી હતી.

દેવિકાએ પોતાની કારકિર્દીમાં ઘણી મુશ્કેલીઓ જોઈ હતી અને એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અમે તમને જણાવી દઈએ કે દેવિકા રાણી એવી પહેલી અભિનેત્રી છે, કે જેને પહેલો ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ મળ્યો હતો.

દેવિકા રાની મજબૂત પૃષ્ઠભૂમિ ધરાવતી હતી 

દેવિકાનો જન્મ વિશાખાપટ્ટનમ પાસે સ્થિત વાલટેરના એક મોટા જમીનદારના ઘરે થયો હતો. દેવિકાના પિતા વ્યવસાયે ડૉક્ટર હતા અને મદ્રાસ પ્રેસિડેન્સીના પ્રથમ સર્જન હતા. જયારે દેવિકાની દાદી સુકુમારી દેવી ઠાકુર રવીન્દ્રનાથ ટાગોરની બહેન હતી. દેવિકાનું બેકગ્રાઉન્ડ ઘણું સારું હતું. તે શિક્ષિત પરિવારમાંથી આવી હતી. 9 વર્ષની ઉંમરે દેવિકા ઈંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાં ભણવા ગઈ. આ પછી દેવિકાએ લંડનની રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

આ રીતે દેવિકાનું બોલિવૂડમાં ડેબ્યુ થયું

જ્યારે દેવિકા ફિલ્મ નિર્માતા હિમાંશુ રાયને મળી, તે પૂર્વે પણ તેણી તેને ખૂબ પસંદ કરતી હતી. તે સમયે હિમાંશુ પણ લંડનમાં હતો. તે પોતાની ફિલ્મ ‘ધ થ્રો ઓફ ડાઇસ’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ દરમિયાન દેવિકા તેના પ્રોડક્શન હાઉસમાં જોડાઈ. દેવિકા હવે કોસ્ચ્યુમ ડિઝાઈનિંગ અને આર્ટ ડિરેક્શનનું કામ કરતી હતી. આ દરમિયાન દેવિકાને 16 વર્ષના હિમાંશુ રાય સાથે પ્રેમ થઈ ગયો. બંનેએ લગ્ન કરીને બર્લિનમાં રહેવા લાગ્યા. આ દરમિયાન, ભારતમાં હિન્દી ફિલ્મો બનવા લાગી હતી એટલે આ કપલ પણ ભારત આવી ગયું.

હિમાંશુએ વર્ષ 1933માં ફિલ્મ ‘કર્મા’ બનાવી હતી. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો દેવિકા અને હિમાંશુ હતા. આ ફિલ્મમાં દેવિકાનો 4 મિનિટ લાંબો કિસ સીન પણ હતો, જેણે જે- તે સમયે ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે બીજી તરફ આ ફિલ્મ પણ દર્શકોને પસંદ આવી હતી. કારણ કે તે દિવસોમાં મહિલાઓ મોટા પડદા પર કામ કરતી નહોતી.

દેવિકા રાનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક લોકોને પાઠ ભણાવ્યો

આ ફિલ્મ બાદ દેવિકા રાણી સફળ અભિનેત્રી બની ચુકી હતી અને પછી નિર્માતા પણ બની હતી. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક લોકોને એ વાત બિલકુલ મંજૂર ન હતી કે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કોઈ મહિલાએ રાજ કરવું જોઈએ. આવી પરિસ્થિતિમાં દેવિકાએ બનાવેલી ફિલ્મો ફ્લોપ રહી હતી. આ ઘટના પછી દેવિકાએ ફિલ્મ માફિયા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. દેવિકા રાનીએ આ લોકોને પોતાનું સ્ટેટસ બતાવ્યા બાદ વર્ષ 1945માં ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધી હતી. 7 માર્ચ 1998ના રોજ દેવિકાએ દુનિયાને અલવિદા કહ્યું હતું.

આ પણ વાંચો – The Kashmir Files BO Collection: શું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું બોક્સ ઓફિસ કલેક્શન ઓછું થઈ ગયું? જાણો અત્યાર સુધીમાં કેટલા કરોડની કરી કમાણી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati