બિગ બોસના પૂર્વ સદસ્ય રાહુલ મહાજન ફરી એક વાર ચર્ચામાં છે. રાહુલે ત્રીજી વખત લગ્ન કર્યાં છે. પત્ની ડિમ્પીને વર્ષો પહેલા છૂટાછેડા આપ્યા બાદ રાહુલે મોડેલ નતાલ્યા ઈલીના સાથે લગ્ન કર્યાં છે. નતાલ્યા કઝાકિસ્તાનની છે. આ લગ્ન માલાબાર હિલના એક મંદિરમાં થયા. આ લગ્ન ભારતીય રીતિ-રિવાજોથી કરવામાં આવ્યા. રાહુલે આ લગ્નને લઈને કહ્યું કે અગાઉના […]

Rahul Mahajan, 43, ties the knot with 25-year-old model
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Dec 14, 2020 | 11:25 PM

બિગ બોસના પૂર્વ સદસ્ય રાહુલ મહાજન ફરી એક વાર ચર્ચામાં છે. રાહુલે ત્રીજી વખત લગ્ન કર્યાં છે. પત્ની ડિમ્પીને વર્ષો પહેલા છૂટાછેડા આપ્યા બાદ રાહુલે મોડેલ નતાલ્યા ઈલીના સાથે લગ્ન કર્યાં છે. નતાલ્યા કઝાકિસ્તાનની છે.

આ લગ્ન માલાબાર હિલના એક મંદિરમાં થયા. આ લગ્ન ભારતીય રીતિ-રિવાજોથી કરવામાં આવ્યા. રાહુલે આ લગ્નને લઈને કહ્યું કે અગાઉના તેમના બે લગ્ન ધામધૂમથી થયા હતા પરંતુ તે લગ્ન નિષ્ફળ નીવડ્યા. અને તેથી આ લગ્ન ખૂબ સાદાઈથી કરવામાં આવ્યા. રાહુલ નતાલ્યાને છેલ્લા એક વર્ષથી જાણતા હતા અને બંનેના વિચારો ઘણાં મળતા આવે છે તેમ રાહુલે જણાવ્યું. રાહુલે વધુમાં કહ્યું કે નતાલ્યા બિઝનેસ કરવા માગે છે જેમાં રાહુલ તેને સાથે આપશે.

મોડેલ નતાલ્યા 25 વર્ષની છે અને રાહુલ હાલ 43 વર્ષના છે. જ્યારે મીડિયાએ રાહુલને 18 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરવા અંગે પૂછયું તો તેમણે જણાવ્યું, “અમે સાથે ખૂબ સારા લાગીએ છીએ. મારી હાઈટ 6.2 છે અને તેની હાઈટ 5.10 છે.”

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Rahul Mahajan, 43, ties the knot with 25 year old model

Rahul Mahajan, 43, ties the knot with 25 year old model

રાહુલના બીજા લગ્ન ડિમ્પી સાથે થયા હતા જેની સાથે રાહુલની મુલાકાત સ્વયંવર શો દરમિયાન થઈ હતી. લગ્ન બાદ થોડા દિવસોમાં જ ડિમ્પીએ રાહુલ મહાજન પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને લગ્નના ચાર મહિના બાદ જ બંનેમાં છૂટાછેડા થઈ ગયા હતાં.

Rahul with his second wife, Dimpy

Rahul with his second wife, Dimpy

તો રાહુલની પહેલી પત્ની શ્વેતા સિંહ હતી જેણે રાહુલ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. રાહુલ અને શ્વેતા વચ્ચે 10 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ રાહુલે વર્ષ 2008માં બહુચર્ચિત ટીવી રિયાલિટી શો બિગ બોસની બીજી સીઝનમાં એન્ટ્રી લીધી હતી.

Rahul with his first wife, Shweta

Rahul with his first wife, Shweta

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">