AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 19 : માલતી ચહરે ચાલી નવી ચાલ, તાન્યા મિત્તલ રડી પડી, ઘરના બધા સભ્યો થયા વિરુદ્ધ, જુઓ Video

રિયાલિટી શો બિગ બોસ સીઝન 19 માં, ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર હેડલાઇન્સમાં ચમકી રહી છે. માલતી ચહરે તાન્યા મિત્તલ વિશે કંઈક એવું કહ્યું જેના કારણે તાન્યાએ રડવાનું શરૂ કર્યું અને હાર માની ગઈ. વધુમાં, આખા ઘરના સભ્યો માલતી ચહરની વિરુદ્ધ થઈ ગયા છે.

Bigg Boss 19 : માલતી ચહરે ચાલી નવી ચાલ, તાન્યા મિત્તલ રડી પડી, ઘરના બધા સભ્યો થયા વિરુદ્ધ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2025 | 7:19 PM
Share

ભારતીય ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર બિગ બોસના ઘરમાં પ્રવેશી ત્યારથી જ ચર્ચામાં રહેવા પામી છે. પહેલા તેણીએ શોમાં તાન્યા મિત્તલના એક પછી એક જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કર્યો, અને પછી ગૌરવ ખન્ના સાથે ઝઘડો થયો. વધુમાં, તેણીએ ફરહાના ભટ્ટ સાથે ઉગ્ર દલીલ કરવા ઉપર પણ ઉતરી આવી હતી. હવે, તેણી હવે બીજી એક ગેમ રમવાની શરૂઆત છે.

વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક માલતી ચહર હાલમાં બિગ બોસના ઘરમાં સૌથી મજબૂત સ્પર્ધક તરીકે જોવામાં આવે છે. તે શોમાં નિર્ભયતાથી ઘરના લોકો સાથે ઝઘડા કરી રહી છે. હવે, તેણીએ એવું કંઈક કર્યું છે જેનાથી આખું ઘર તેની વિરુદ્ધ થઈ ગયું છે. વધુમાં, તેણીએ તાન્યા મિત્તલ સામે એક એવી ચાલ ચાલી છે જે રમતા તેના પાસા ઉલટા પડતા તેણીને હાર સ્વીકારવાની ફરજ પડી છે.

માલતી તાન્યાના પરિવાર પર ટિપ્પણી

માલતી ચહરે રમત દરમિયાન તાન્યા મિત્તલ પર શાબ્દિક હુમલો કર્યો. નરમાશથી બોલતા, તાન્યાએ માલતીને પૂછ્યું કે શું તેણીને ખબર નથી કે તે પહેલા દિવસથી જ તેને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. માલતીએ તેના માતાપિતાનો મુદ્દો ઉઠાવ્યો. તેણીએ કહ્યું કે તેણીને તેના પરિવારને સમજવાની અને તેની રમત બદલવાની જરૂર છે. તેણીએ કહ્યું કે તેના પરિવારને તેના વિશે ખરાબ લાગતું હતું.

તાન્યા મિત્તલ આનાથી પરેશાન થઈ ગઈ. તેણીએ હાર સ્વીકારી અને જોરથી રડવા લાગી. ઝીશાન કાદરીએ તેણીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ સાંભળ્યું નહીં. માલતીએ પછી શાહબાઝને કહ્યું કે જ્યારે તે તાન્યાના પરિવાર વિશે વાત કરે છે, ત્યારે તેણી આવુ વર્તન કરવાનું શરૂ કર્યું. તાન્યા પોતાને બિગબોસની એક નબળી ખેલાડી માને છે.

માલતી ઘરના સભ્યો સાથે ઝઘડી પડી

માત્ર એટલું જ નહીં, હવે ઘરના બધા સભ્યો માલતી ચહર સામે થઈ ગયા છે. લોટ બાંધતા વખતે તે ચીડાઈ ગઈ અને રસોડામાંથી બહાર નીકળી ગઈ. જ્યારે ઘરના સભ્યોએ તેણીને કહ્યું કે તેણે કામ તો કરવું પડશે, ત્યારે તેણીએ કહ્યું કે તે રમત પછી જ રસોઈ બનાવશે. માલતી ચહરે તાન્યાને નિશાને લીધા બાદ, ગૌરવ ખન્ના અને મૃદુલ તિવારી સાથે પણ ઝઘડો કર્યો છે.

આ પણ વાંચોઃ Bigg Boss 19: ફરહાના ભટ્ટ બાદ, આ કન્ટેસ્ટેન્ટ બનશે ઘરની નવી કેપ્ટન, નામ જાણી ચોંકી જશો

g clip-path="url(#clip0_868_265)">