Tv9 Exclusive : જાણો બિગ બોસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશનું કરણ કુન્દ્રા સાથેના લગ્ન વિશે શું કહેવું છે

તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) અને કરણ કુન્દ્રા (Karan Kundrra) દરરોજ કેમેરામાં કેદ થાય છે. બિગ બોસ 15ના ઘરમાંથી બહાર આવ્યા બાદ તેજસ્વી પ્રકાશ એકતા કપૂરના શો નાગિન 6ના શૂટિંગમાં વ્યસ્ત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 2:31 PM

Tv9 Exclusive : કરણ કુન્દ્રા (Karan Kundrra) અને તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash)ની લવ સ્ટોરી બિગ બોસ 15માં (Bigg Boss 15) શરૂ થઈ હતી. બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ તેજસ્વી પ્રકાશે Tv9 સાથેની ખાસ વાતચીતમાં તેમના અને કરણના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે તેના વ્યસ્ત શૂટની વચ્ચે પણ કરણ તેની સાથે સમય વિતાવી રહ્યો છે. તે પોતાના કામને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરવાની સાથે ‘ટાઈમ મેનેજમેન્ટ’ પણ કરી રહ્યો છે.

બિગ બોસના ઘરમાં કરણ કુન્દ્રાએ કહ્યું હતું કે તેને કોઈએ કહ્યું હતું કે તે માર્ચમાં લગ્ન કરી શકે છે. જ્યારે અમે તેજસ્વીને પૂછ્યું કે શું તે અને કરણ માર્ચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, તો તેણે હસીને કહ્યું કે, આ સવાલનો જવાબ ફક્ત કરણ કુન્દ્રા જ આપી શકે છે.બિગ બોસ 15ના ઘરમાં પ્રવેશતા પહેલા જ તેજસ્વી પ્રકાશે કહ્યું હતું કે તેને હારવું પસંદ નથી. તેઓએ શરૂઆતમાં જે કહ્યું હતું તે કર્યું છે અને આ શોમાં તેઓએ માત્ર ટ્રોફી અને 40 લાખ જીત્યા નથી, પરંતુ એક બીજા શોનો કોન્ટ્રાક્ટ પણ જીત્યો હતો.

સિરિયલ સ્વરાગિનીથી તેજસ્વીએ કરિયરની શરૂઆત કરી

તેજસ્વી પ્રકાશની જીતે સાબિત કરી દીધું છે કે દેશની ફેવરિટ પુત્રવધૂ અને દીકરીઓ સામે કોઈ સ્પર્ધક ટકી શકે તેમ નથી. ટીવીની દિકરી રાગિણી તરીકે સિરિયલ સ્વરાગિનીથી તેજસ્વીએ કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી લોકોએ તેને ઘણો પ્રેમ આપ્યો છે. બિગ બોસની ઘણી સીઝનમાં એવું જોવામાં આવ્યું છે કે ટીવી એક્ટ્રેસોને હંમેશા વોટિંગમાં ફાયદો થાય છે. તેજસ્વી પ્રકાશ હોય કે સિમરનો રોલ કરનારી દીપિકા હોય કે પ્રેરણાનો રોલ નિભાવનારી શ્વેતા તિવારી હોય બિગ બોસનો ઈતિહાસ રહ્યો છે કે માત્ર ટીવી એક્ટ્રેસ જ ટ્રોફી જીતે છે.

આ પણ વાંચો : Canada : રાજધાની Ottawaમાં રસીકરણ સામે વિરોધ ઉગ્ર બન્યો, ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર, હાઇ કમિશને કહ્યું સાવચેત રહો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">