બંગાળી અભિનેત્રી પલ્લવી ડે કોલકાતામાં તેના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી, મોતનું કારણ અકબંધ

બંગાળી અભિનેત્રી પલ્લવી ડે કોલકાતામાં તેના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી, મોતનું કારણ અકબંધ
અભિનેત્રી પલ્લવી ડે ફ્લેટમાં મૃત હાલતમાં મળી
Image Credit source: Instagram

પલ્લવી ડેએ (Pallavi Dey) કુંજ છાયા, રેશમ ઝાપી અને સોમ માને ના જેવી અનેક બંગાળી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે બંગાળી ટેલિવિઝનમાં લોકપ્રિય નામ હતું.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

May 15, 2022 | 7:54 PM

દરરોજ કોઈને કોઈ સ્ટારની આત્મહત્યાના સમાચાર સામે આવતા રહે છે. હાલમાં જ સાઉથની એક અભિનેત્રીના આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા અને હવે ફરી એકવાર અભિનેત્રીના આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, બંગાળી ટેલિવિઝન અભિનેત્રી (Bengali television actress)પલ્લવી ડે (Pallavi Dey) રવિવારે દક્ષિણ કોલકાતામાં તેના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં (Dead) મળી આવી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, અભિનેત્રીની ઉંમર 21 વર્ષની હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે અભિનેત્રીને જ્યારે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

અકુદરતી મૃત્યુનો કેસ નોંધાયો

પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ બાદ એવું લાગે છે કે યુવા અભિનેત્રીનું મોત આત્મહત્યાથી થયું છે. 20 વર્ષની પલ્લવી તેના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. તેને બાંગુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. TOI અનુસાર, ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અભિનેત્રીએ આટલું મોટું પગલું કેમ ભર્યું તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે જ્યારે યુવા અભિનેત્રી પલ્લવી ડેના રહસ્યમય મૃત્યુમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. દરમિયાન, અભિનેત્રીના આકસ્મિક અવસાનથી તેના સહ-અભિનેતાઓ અને ચાહકોને ઘેરા આઘાતમાં મૂકાયા છે.

પલ્લવી ડે તેના ભાડાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી

અધિકારીના જણાવ્યા અનુસાર, પલ્લવી ડેએ એપ્રિલમાં દક્ષિણ કોલકાતાના ગરફા વિસ્તારમાં એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. એપાર્ટમેન્ટના કેરટેકરને ટાંકીને પીટીઆઈએ જણાવ્યું હતું કે તેના સાથીદારે તેને જોઈને જોરથી અવાજ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, તેણે એપાર્ટમેન્ટ તેના “લિવ-ઈન પાર્ટનર” સાથે શેર કર્યું હતું. એપાર્ટમેન્ટની સંભાળ રાખનાર એક વ્યક્તિએ પત્રકારોને જણાવ્યું હતું કે બેડરૂમમાં ફાંસીથી લટકતી લાશ મળી આવ્યા બાદ ડેના સાથીદારે તેને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે એપાર્ટમેન્ટની સંભાળ રાખતા અન્ય કર્મચારીઓ સાથે મળીને મૃતદેહને નીચે લાવવામાં આવ્યો અને તરત જ પોલીસને જાણ કરી.

પોલીસ અધિકારીએ કહ્યું, “અમે તમામ એંગલથી મામલાની તપાસ કરી રહ્યા છીએ. હાલમાં, અમે ઘટનાક્રમને સમજવા માટે તેના પાર્ટનર સાથે વાત કરી રહ્યા છીએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ માહિતી મળી શકશે.”

પલ્લવી ડેએ ઘણા ટીવી શોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી

અભિનેત્રીએ કુંજ છાયા, રેશમ ઝાપી અને સોમ માને ના જેવી અનેક બંગાળી સિરિયલોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, અને બંગાળી ટેલિવિઝનમાં લોકપ્રિય નામ હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati