આ વ્યક્તિના કારણે SRKની જગ્યાએ હૃતિકને મળી હતી ‘કહો ના પ્યાર હૈ’, 21 વર્ષ બાદ ચોંકાવનારો ખુલાસો

અહેવાલ અનુસાર કહો ના પ્યાર હૈ ફિલ્મમાં પહેલા શાહરૂખ ખાનને લવાના હતા. પરંતુ એક ઘટના એવી બની જેના કારણે હૃતિક રોશનને ફિલ્મ આપવામાં આવી.

આ વ્યક્તિના કારણે SRKની જગ્યાએ હૃતિકને મળી હતી 'કહો ના પ્યાર હૈ', 21 વર્ષ બાદ ચોંકાવનારો ખુલાસો
કહોના પ્યાર હૈ
TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Jun 22, 2021 | 3:46 PM

14 January 2000 નો એ દિવસ હતો જે હૃતિક રોશનનું (Hrithik Roshan) નશીબ બદલવા આવ્યો હતો. જી હા આ દિવસે હૃતિક રોશનની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હૈ (Kaho Naa Pyaar Hai) આવી હતી. અને હૃતિક રોશનના કરિયરની શાનદાર શરૂઆત થઇ હતી. હૃતિક રોશન રાતોરાત સુપરસ્ટાર બની ગયા. દરેક જગ્યાએ તેમના નામની ચર્ચા અને પોસ્ટર્સ જોવા મળવા લાગ્યા. પરંતુ આ ફિલ્મના 21 વર્ષ બાદ મોટો ખુલાસો થયો છે. જી હા જાણવા મળ્યું છે કે એક ફોટોગ્રાફરના કારણે હૃતિક રોશનને આ ફિલ્મ મળી હતી.

તાજેતરના ફેમસ ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની ચર્ચામાં છે. વાત એમ છે કે ડબ્બુએ તેના 2021 ના કેલેન્ડરની ઝલક બતાવી છે. આવામાં એક વાતચીતમાં હૃતિક રોશનને લઈને ડબ્બુએ મોટો ખુલાસો કર્યો છે. ડબ્બુએ કહ્યું કે તેમણે હૃતિક રોશનનું પ્રથમ પોર્ટફોલિયો શૂટ કર્યું હતું.

શું બની હતી ઘટના?

એક ઈન્ટરવ્યુમાં ડબ્બુના કહેવા પ્રમાણે હૃતિક રોશનના પહેલા શૂટ બાદ હૃતિક રોશનના પિતા અને નિર્માતા રાકેશ રોશનને ડબ્બુએ હૃતિકને ફિલ્મમાં લેવા અને લોન્ચ કરવા માટે પ્રોત્સાહન આપ્યું. જી હા ડબ્બુના જણાવ્યા અનુસાર પોર્ટફોલિયો શૂટ જોયા બાદ રાકેશ રોશને ડબ્બુને ફોન કર્યો અને કહ્યું કે આ ફોટોઝ જોઇને મેં મારા દીકરા સાથે એક ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે.

હૃતિક રોશન-ડબ્બુ

આ ફોટોશૂટ બાદ હૃતિક રોશનને ફિલ્મ મળી. અને આ બાદ હૃતિક રોશનના ફોટા ડબ્બુ જ ક્લિક કરે છે. હૃતિક રોશન હંમેશા ડબ્બુના કેલેન્ડરમાં અલગ અંદાજમાં જોવા મળતા હોય છે. ડબ્બુ પણ એક ખુબ પ્રખ્યાત ફોટોગ્રાફર છે.

કહોના પ્યાર હૈ ફિલ્મને 21 વર્ષ થયા બાદ પણ આ ફિલ્મ દર્શકો આજે પણ નિહાળે છે. અહેવાલ અનુસાર આ ફિલ્મમાં પહેલા શાહરૂખ ખાનને લવાના હતા. એટલું જ નહીં અમીષાની જગ્યાએ કરીનાની પસંદગી થઇ હતી. પરંતુ શૂટિંગ શરુ થયાના કેટલાક દિવસ પહેલા જ કરીનાએ ફિલ્મ છોડી દીધી અને અમીષાને આ ફિલ્મ મળી.

કહેવામાં આવે છે કે રિતિક રોશનની આ પહેલી ફિલ્મે મોહબ્બતે અને હર દિલ જો પ્યાર કરેગાને પાછળ છોડી દીધી હતી અને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ ફિલ્મે લગભગ 102 એવોર્ડ પણ જીત્યા હતા.

આ પણ વાંચો: ફેને કાજોલને પૂછ્યું: ‘અજય ન હોત તો શાહરૂખ સાથે લગ્ન કરી લેત?’, અભિનેત્રીએ આપ્યો રસપ્રદ જવાબ

આ પણ વાંચો: Amrish Puri Birth Anniversary: બે દાયકા સુધી વીમા એજન્ટ તરીકે નોકરી કરવી પડી હતી ‘મોગેમ્બો’ને

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati